અડપોદરા ગામે જૈન દેરાસરમાંથી રૂપિયા 1.44 લાખના આભૂષણો ચોરાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર : હિંમતનગર તાલુકાના ગાંભોઇ નજીક આવેલા અડપોદરા ગામે જૈન દેરાસરમાં ગુરુવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો દેરાસરમાંથી રૂ.1.44 લાખનાં સોના-ચાંદીના આભૂષણોની ચોરી ગયા હતા. જે અંગેની ફરિયાદ શુક્રવારે ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઇ હતી.
- ચાંદીના પાંચ મુગટ, સિદ્ધચક્ર પાટલો, ટીકા, સોનાની 3 કપારી લઇ ગયા

અડપોદરા ગામે અડપોદરા શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન દેરાસરમાં ગુરુવારે મધરાતે રાત્રે તસ્કરોએ મુખ્યદ્વાર સહિત અન્ય દરવાજા પર લગાવેલા નકૂચા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ભગવાનના માથેથી પાંચ ચાંદીના મુગટ, એક સિદ્ધચક્ર પાટલો, મૂર્તિ પર લગાવાયેલા 59 ચાંદીના ટીકા, ત્રણ સોનાની કપારી, ચાર ગળાપતિ મળી રૂ.1.44 લાખના સોના-ચાંદીના આભૂષણો ચોરી ગયા હતા. શુક્રવારે ગામની મધ્યમાં આવેલા જૈન દેરાસરમાં ચોરી થયાનું જાહેર થતાં ગામલોકોમાં ભયનો માહોલ ખડો થયો હતો.
આ મામલે જૈન અગ્રણી દ્વારા ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં જાણ કરાતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે હરખચંદ શાહની ફરિયાદ આધારે ગુનો નોંધી એફએસએલ અને ડોગ સ્કવોડને બોલાવી તસ્કરોનું પગેરું શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ કોઇ ફળદાયી હકીકતમાં હાથ લાગી ન હતી.
અન્ય સમાચારો પણ છે...