મોડાસામાં 12 સાયન્સની છાત્રાનું અપહરણ, મામાએ ફરિયાદ નોંધાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર
 
મોડાસા: મોડાસાની લીડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ-12માં અભ્યાસ કરતી અને ત્યાંની હોસ્ટેલમાં રહેતી મૂળ ધનસુરાની 16 વર્ષીય ઝલક અન્ય છાત્રો અને ગૃહમાતા સાથે બજારમાં ખરીદી કરવા આવી હતી. જે પરત ન ફરતાં અપહરણ થયું હોવાનું જણાતાં ઝલકના મામાએ મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

બનાવની વિગત અનુસાર ધનસુરાના સ્વામિનારાયણ મંદિર વિસ્તારમાં રહેતા શંકરલાલ રામધન શર્માની બહેન રૂક્ષમની બેનનું રાજસ્થાનમાં મૃત્યુ થતાં શંકરલાલ તેમની ભાણી ઝલકને અભ્યાસ માટે  ધનસુરા લઈ આવ્યાં હતા અને તેને મોડાસાની લીપ ઇન્ટરનેસનલ સ્કૂલમાં અભ્યાસ માટે મૂકી હતી. ઝલક સ્કૂલની હોસ્ટેલમાં રહીને  ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. હોસ્ટેલમાંથી ગૃહમાતતા તમામ છાત્રોને લઇ ગત ગુરુવારે સાંજે ચારેક વાગ્યાના સુમારે ખરીદી માટે મોડાસાના બજારમાં આવ્યા હતા.

ગૃહમાતાએ દરેક છાત્રાઓને ખરીદી માટે 1 કલાકનો સમય આપી દરેકને શ્યામ સુંદર શોપિંગ સેન્ટર પાસે આવી જવા કહ્યું હતું. પરંતુ ઝલક નિયત સમયે ન પહોંચતા બાકીની છાત્રાઓને લઈ ગૃહમાતા પરત હોસ્ટેલ આવી ગયા હતા. જોકે, ઝલક રાત્રીનાં 8:45 સુધી ન આવતાં ગૃહ માતાએ તેના મામા શંકરલાલ શર્માને ફોનથી જાણ કરતા મોસાળના લોકોએ તાત્કાલિક મોડાસા આવી તપાસ હાથ ધરી હતી પરંતુ કોઈ જ પત્તો ના લાગતાં શંકરલાલ શર્માએ મોડાસા ટાઉન પોલીસ મથકે ઝલક (ઉ.વ.16 વર્ષ)નું અપહરણ થવા અંગે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પી.આઈ.નાગજીભાઈ રબારીએ અપહરણ અને પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...