તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શામળાજીની RTO ચેકપોસ્ટ દેશની સૌ પ્રથમ ઓટોમેટીક કોમ્પ્યૂરાઈઝડ બનશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શામળાજી:શામળાજી ખાતે આવેલી ગુજરાતની બીજા નંબરની આરટીઓ ચેકપોસ્ટ ૬ કરોડના ખર્ચે દેશની પ્રથમ ફુલ્લી કોમ્પ્યૂરાઈજડ ઓટોમેટીક ચેકપોસ્ટ બનાવવામાં આવનાર છે જે માટે હાલ કામ પુર જોશમાં ચાલી રહ્યું છે ત્યારે શનિવારે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડીયાએ આ ચેકપોસ્ટ ની મુલાકાત લઇ કામની સમીક્ષા કરી હતી. અાનો કોન્ટ્રાકટ વિપ્રો કંપનીને સોપવામાં આવ્યો છે.
મંત્રી વલ્લભભાઈ કાકડીયાએ આ ચેકપોસ્ટની મુલાકાત લઇ કામની સમીક્ષા કરી
શનિવારે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડીયાએ આ ચેકપોસ્ટની મુલાકાત લઇ કામની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, શામળાજી ખાતેની આ ચેકપોસ્ટ ઉપર વાહનોની ઊંચાઈ લંબાઈ પહોળાઈ તેમજ વાહનમાં ભરેલા માલ અને વાહનનું વજન માટે ઓટોમેટીક સેન્સર લગાવાયા છે જેના દ્વારા વાહન ને કેટલો દંડ ભરવો પડશે તેનો મેમો ઓટોમેટીક કોમ્પ્યુટરમાં જ બની જશે.
આધુનિક ચેક પોસ્ટ દિવાળી પહેલા કાર્યરત થઇ જશે
આ મુલાકાત દરમીયાન રાજ્યના વાહન વ્યવહાર કમિશ્નર બી એમ જાદવ, આરટીઓ સાબરકાંઠા એ આર ચૌધરી, અરવલ્લી આરટીઓ એ એચ ગુર્જર ,તેમજ શામળાજી ચેકપોસ્ટના ઇન્ચાર્જ આરટીઓ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ વાઘેલા અને બી એમ ચાવડા સહિતના અધિકારીઓ સાથે મંત્રીએ ચર્ચા વિચારણા કરી હતી.આધુનિક ચેક પોસ્ટ દિવાળી પહેલા કાર્યરત થઇ જશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો