તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શામળાજી RTO પાસેથી રૂ.11. 99 લાખનો દારૂ ઝડપાયો, બેની અટકાયત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શામળાજી:શામળાજી નજીક આવેલી આરટીઓ પાસેથી પોલીસે સોમવારે વહેલી સવારે રાજસ્થાન બાજુથી એક ટ્રકમાં ઘાસની ગાંસડીઓ વચ્ચે સંતાડી ગુજરાતમાં ગુસાડવામાં આવતા 11.99 લાખના 7746 બોટલ ટીન વિદેશી દારૂના જથ્થાને પકડી પાડ્યો છે ત્યાર બાદ પોલીસે 21.99 લાખનો મુદ્દામાલ કબજે લઇ દારુ ભરી આવતા બે સખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘાસ ની ગાંસડીઓ વચ્ચે સંતાડી ભરેલી દારૂની 7746 બોટલ ટીન કિંમત 11.99 લાખની મળી આવી
શામળાજી પીએસાઈ એચ પી જાલા તેમને મળેલી બાતમી આધારે તેમના સ્ટાફ સાથે સોમવારે વહેલી સવારે શામળાજી આરટીઓ ઉપર વાહન ચેકિંગ કરી રહ્યા હતા દરમિયાનમાં રાજસ્થાન બાજુથી આવતી ટ્રક નંબર એચઆર-46 બિ-5204 સંકાસ્પદ જણાતા તપાસ અર્થે ઉભી રખાવી હતી ત્યારબાદ તેમાં તપાસ હાથ ધરતા તેમાંથી ઘાસ ની ગાંસડીઓ વચ્ચે સંતાડી ભરેલી દારૂની 7746 બોટલ ટીન કિંમત 11.99 લાખની મળી આવી હતી.પોલીસે આ દારૂનો જથ્થો તેમજ ટ્રક સહીત કુલ 21.99 લાખનો મુદ્દામાલ કબજે લઇ દારૂ ભરી આવતા હરિયાણાનાં ભુપેન્દ્ર લક્ષ્મણજી જાટ અને કલ્યાણ રઘુવીરસિંહ જાટની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...