તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સા.કાં.ના 26 યાત્રીઓ બાલતાલમાં હેમખેમ, યાત્રીઓના પરિવારજનોમાં ચિંતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર: અમરનાથ યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહેલ યાત્રીઓ ઉપર બાતેંગુ નજીક આતંકવાદીઓએ કરેલ હૂમલા બાદ સમગ્ર વિસ્તારોમાં હાઇએલર્ટ સ્થિતિ સર્જાયા બાદ અન્ય યાત્રીઓને બાલતાલ આર્મી કેમ્પ ખાતે જ રોકી દેવાયા છે. સુરક્ષા કારણોસર મંગળવારે પણ તેમને નીકળવાની પરમીશન આપવામાં આવી ન હતી. જેમાં સાબરકાંઠા જિલ્લાના 26  યાત્રીઓ હાલ પૂરતા ફસાયા છે. યાત્રાળુઓની જધન્ય હત્યા કરવાને પગલે વાતો ને બદલે નક્કર કાર્યવાહી કરવાની માંગ સાથે પરિવારજનોમાં ભારોભાર રોષ પ્રર્વતી રહ્યો છે.

- સુરક્ષા કારણોસર આર્મી કેમ્પમાં રખાયા છે
- યાત્રીઓના પરિવારજનોમાં ચિંતા

અમરનાથ યાત્રાનુ આયોજન કરનાર શક્તિ ટ્રાવેલ્સના દીલીપભાઇએ જણાવ્યુ હતુ કે જિલ્લાના તમામ યાત્રીઓ સુરક્ષિત છે અને હાલ બાલતાલ આર્મી કેમ્પમાં સુરક્ષા કારણોસર રોકવામાં આવ્યા છે. લકઝરી બસના ચાલક રાકેશભાઇ રમણભાઇ સગરે વિગતવાર માહીતી આપતા જણાવ્યુ હતુ કે બનાવના દિવસની સાંજે 35 જેટલા યાત્રીઓ દર્શન કરી પરત આવી ગયા હતા. પરંતુ ચાર પાંચ યાત્રીઓ બાકી હોવાથી રોકાઇ ગયા હતા. સોમવારે મોડી સાંજે બનેલ ઘટનામાં પણ લકઝરીના ચાલકને રોકાઇ જવા કહ્યુ હતુ પરંતુ નીકળી જતાં આ કમનસીબ ઘટના બની હતી.

ચાર-પાંચ યાત્રીઓ મંગળવારે આવી પહોંચતા નીકળવાનુ હતુ. પરંતુ સુરક્ષા કારણોસર બાલતાલ આર્મી કેમ્પમાં જ રોકી દેવામાં આવ્યા છે. હિંમતનગર, કાંકણોલ,વડાલી, તલોદના અઢારેક જણા અહીં છે તેમાંથી રણાસણના બે જણા જમ્મુમાં સલામત છે. બુધવારે સવારે સ્થિતિ સામાન્ય થશે તો અહીંથી પરત આવવા દેવાશે. ગઇકાલ સાંજના આતંકવાદીઓના હૂમલા બાદ બાલતાલ અને જમ્મુમાં ફસાયેલા જિલ્લા ના યાત્રીઓમાં ચિંતા અને ઉચાટ તો છે જ પરંતુ પરિવારજનોમાં પણ ચિંતાની સાથે સાથે ભારો ભારો ભાર રોષ પ્રર્વતી રહ્યો છે.
 
યાત્રીઓ પરનો હૂમલો કાયરતાપૂર્ણ

કાયર અને નપુસક આતંકવાદીઓ ઇસ્લામને બદનામ કરી રહ્યા છે. ઇસ્લામમાં બોલીને પણ કોઇ ને કોઇને નૂકશાન પહોંચાડવામાં મનાઇ ફરમાવાઇ છે.નિર્દોષોની હત્યા કરનારને પકડી ફાંસીના માંચડે ચઢાવી દેવા જોઇએ અને હવે નક્કર કાર્યવાહી કરવાનો સમય પાકી ગયો છે. - હૂસેન દિવાન, અખિલ ગુજરાત વેલ્ફેર સોસાયટીના પ્રમુખ
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, અમરનાથ યાત્રામાં ફસાયેલા જિલ્લાના યાત્રિકો...
અન્ય સમાચારો પણ છે...