તમાકુ વેચવા વેપારીને ગામે બોલાવી મારમારી રૂ.4.16 લાખની મત્તાની લૂંટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

 

પ્રાંતિજ :પ્રાંતિજ તાલુકાના ગેડ ગામના શખસોએ ખેડા જિલ્લાના ઠાસરા ગામના વ્યકતિઓને ગત શુક્રવારે તમાકુ વેચવાના બહાને ગેડ ગામમાં બોલાવી માર મારી રૂ. 4,16,800ની મત્તાની લૂંટ કરી હોવા અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. વિજાપુર તાલુકાના સંઘપુર ગામના ધર્મેન્દ્રસિંહ, યશપાલસિંહ અને ત્રણ શખસોએ ઠાસરા તાલુકાના ખિજલપુર ગામના અશોકભાઇને તમાકુ વેચવાની હોવાનુ કહીને  પ્રાંતિજ તાલુકાના ગેડ ગામની સીમમાં ગત શુક્રવારે બોલાવ્યા હતા.  

 

પોલીસે પાંચ શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી


અશોકભાઇ અને ધર્મેન્દ્રસિંહ રંગતસિંહ પરમાર  આવી પહોંચતા સાંજે સાડા આઠેક વાગ્યાના સુમારે તમાકુ બતાવવાના બહાને ગેડ ગામની સીમમાં નદીમાં લઇ જઇ નીચે ઉતારી અમે ડોક્ટરના માણસો છીએ તમારી પાસેથી રૂ.5 લાખ લેવાનું કહ્યું છે તે આપી દો નહી તો જીવતા નહી છોડીએ તેમ કહી અશોકભાઇને  ગડદાપાટુનો માર માર્યો હતો અને ભરતભાઇને લાફો મારતા બધા ગભરાઇ ગયા હતા અને નાસવા માંડ્યા હતા. આ શખસોએ ઇકો કાર (નં. જી.જે-07-ડી.એ.2377) કિં.રૂ.4 લાખ રોકડ 11,300 મોબાઇલ વગેરે મળી કુલ રૂ.4,16,800ની મત્તા પડાવી લીધી હતી. આ અંગે ઠાસરા તાલુકાના ખિજલપુર ગામના ધર્મેન્દ્રસિંહ પરમારે ફરિયાદ નોંધાવતા પોલીસે સંઘપુરના ધર્મેન્દ્રસસિંહ અને યશપાલસિંહ તથા અન્ય ત્રણ શખસો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

અન્ય સમાચારો પણ છે...