ઐતિહાસિક ઇડરિયાગઢને બચાવવા ગાંધી ચિંધ્યા માર્ગે રેલી કાઢી આવેદનપત્ર અપાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર/ બડોલી: સમગ્ર રાજ્યમાં પ્રસિદ્ધ એવા ઇડરિયાગઢનું અસ્તિત્વ બચાવવા અને નગરજનોની માંગણીઓનો અવાજ બુલંદ કરવા ઇડર નગરની સર્વ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને જીવદયાપ્રેમી સંસ્થાઓ તથા જાગૃત નાગરિકો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે સમર્થન રેલી ઇડર કોલેજથી ગઢ પ્રાંગણ સુધી યોજવામાં આવી.અને આવેદનપત્ર આપ્યું હતું.

ગઢ ઉપર ફરીથી વૃક્ષ ઉછેર કરી પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તેવી માંગ

સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં અરવલ્લીની ગિરિમાળાઓ આવેલી છે. જે ઈડરિયાગઢ તરીકે પ્રસિદ્ધ છે. ઇડરગઢ ઉપર રાજમહેલ, રૂઠીરાણીનું માળિયું, રણમલની ચોકી, પૌરાણિક મંદિરો, ધર્મશાળાઓ જેવા જોવાલાયક સ્થળો આવેલા છે. ઈડરિયાગઢનું કુદરતી સૌન્દર્ય નિહાળવા તથા પૌરાણિક સ્થળોની મુલાકાત લેવા દુરદુરથી પર્યટકો આવે છે. ઈડરિયાગઢ ઉપર રૂઠીરાણીના માળિયાની બાજુમાં સરકારનો ટ્રાન્સમીશન ટાવર પણ આવેલો છે.

તદઉપરાંત ઈડરિયાગઢ ઉપર દીપડા, ચિત્તા, નીલગાય જેવા વન્યપ્રાણીઓ પણ વસવાટ કરે છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી પર્યટક સ્થળ તરીકે જાણીતા એવા ઇડરગઢપર વિકાસના નામે તેના પર વિનાશનો સતત વ્રજાધાત થઇ રહ્યો છે. ગ્રેનાઈટ માફીયાઓએ ઇડરગઢને પોતાનો અડ્ડો બનાવી દીધો  છે. ગ્રેનાઈટ માફિયાઓ દ્વારા કાયદાને નેવે મૂકી ખુબમોટા પ્રમાણમાં અને બેફામ ખડકો તોડવામાં અને ખોદવામાં આવે છે.
 
આગળની સ્લાઇડ્સમાં વધુ વાંચો....
અન્ય સમાચારો પણ છે...