મોડાસાના લક્ષ્મી શોંપીગ સેન્ટરના મોબાઇલ માર્કેટમાં પોલીસના દરોડા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા: મોડાસાના લક્ષ્મી શોપીંગ સેન્ટરના મોબાઇલ માર્કેટમાં એસ.ઓ.જી તથા એલ.સી બી ની ટીમે રેડ કરતા બે નંબરના લે-વેચ કરતા મોબાઇલના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. આ દરમિયાન મોબાઇલની દુકાનો ધરાવતા વેપારીઓ દુકાન બંધ કરી  ભુગર્ભમાં ઉતરી ગયા હતા. જોકે આ મામલે પોલીસ વિભાગ દ્વારા મોડા સુધી કોઇપણ પ્રકારની માહિતી ન અપાતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યુ હતુ.

શહેરના બસ સ્ટેશન રોડ ચક્કાજામ થઇ ગયો હતો

શનિવારના રોજ મોડાસાના લક્ષ્મી શોંપીગ સેન્ટરના મોબાઇલ માર્કેટમાં એસ.ઓ.જી તથા એલ.સી.બી વિભાગની ટીમે દરોડા પાડી વેપારીઓ સહિત લાખો રૂપીયાના મોબાઇલ ઝડપી લીધા હોવાનુ સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ. ત્યારે શહેરના બસ સ્ટેશન રોડ ચક્કાજામ થઇ ગયો હતો. જોકે આ મામલે પોલીસ વિભાગ દ્વારા મીડીયા કર્મીને કોઇપણ પ્રકારની માહિતી ન અપાતા પોલીસની કામગીરી અંગે અનેક સવાલો સાથે શંકા કુશંકાઓ ઉદ્ ભવ્યા હતા.
 
તસવીર જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...