મોડાસા: કરોડો રૂપિયાના ખર્ચે પાણી પુરવઠાની મહત્વની યોજનાથી 600 થી વધુ ગામોની પીવાના પાણીની સમસ્યા હલ થશે ત્યારે આ યોજના સિવાયની અનેક યોજનાઓનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવા શુક્રવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોડાસા-સરકારી ઈજનેરી કોલેજ ગ્રાઉન્ડ પર 10-00કલાકે લોકાર્પણ પછી મોદી જાહેર સભાને સંબોધશે.મુખ્ય મંત્રી વિજય રૂપાણી,ઉપમુખ્યમંત્રી નિતિન પટેલ, પ્રદેશમંત્રી મંડળના ઘણા સભ્યો કાર્યક્રમમાં હાજર રહેશે.
75 કરોડના ખર્ચે બનનારા બસ સ્ટેશનનું ખાર્તમુહૂર્ત
અરવલ્લી જિલ્લા અને મહિસાગર જિલ્લાના 600થી વધુ ગામોના લોકોને પીવાના પાણીની સમસ્યાનો કાયમી હલ આવે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો છે. આ સિવાય મોડાસામાં હાલના બસસ્ટેસનની જગ્યા પર ૭૫ કરોડના ખર્ચે અદ્યતન બસ પોર્ટ આકાર લેનાર છે. સાથેસાથે મદાપૂર કંપા નજીક એપીએમસી પણ તૈયાર થઇ ગયું છે. આ સિવાય મોડાસા-રાયગઢ માર્ગ પણ તાજેતરમાં નિર્માણ પામ્યો છે આ તમામ વિકાસના કામોનું લોકાર્પણ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવી રહ્યા છે.
તંત્ર દ્વારા કોઈ જ કચાશ રહી ના જાય તે માટે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાઈ છે. 1100 એસટી બસો અને અનેક ખાનગી વાહનો દ્વારા કાર્યકરો લોકોને કાર્યક્રમ સ્થળે લઇ જવા અને લાવવાની જવાબદારી લઈ ચુક્યા છે ત્યારે ઉપસ્થિત રહેનાર તમામને ફૂડ પેકેટ બસમાં અને વાહનોમાં જ આપી દેવનાર છે. ફૂડ પેકેટમાં પાણી સહીત મીઠાઈ પણ મુકવામાં આવી છે.
પીએમના કાર્યક્રમનો ટાઇમ શીડ્યુઅલ
- મોડાસા ખાતે સવારે 9-30 કલાકે મોડાસા એન્જિનીયરીંગ કોલેજ હેલીપેડ ખાતે ઉતરાણ
- 9-45 કલાકે એન્જિનીયરીંગ કોલેજ પાસેના સભા સ્થળે જવા રવાના
- 10 કલાકે સભા સ્થળે જિલ્લાની ત્રણ એસકે - ૨ એસકે -૩ અને એસકે -૪ જૂથ પાણી પુરવઠા યોજના ની પ્રદર્શન નિહાળશે
- 10-15 કલાકે સભા સ્ટેજ પરથી પાણી પુરવઠા યોજના એપીએમસી અને મોડાસા રાજેન્દ્રનગર રોડ નું ડિજિટલ નુ લોકાર્પણ
- મોડાસા માં આકાર પામનાર અદ્યતન એસટીબસ પોર્ટ નું સ્ટેજ પરથી ડિજિટલ ભૂમિ પૂજન કરશે
- 10 - 30 કલાકે પીએમ વિશાળ જન મેદની ને સંબોધન કરશે
- 11-15 કલાકે પીએમ ગાંધીનગર જવા હેલીકોપ્ટર મારફતે રવાના
આગળની સ્લાઇડ્સમાં વાંચો, 40 ધાબાઓ પર પોલીસ....