PMના આગમનના પગલે હિંમતનગરમાં 28મીએ મહાસ્વચ્છતા અભિયાનનું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર: મોડાસામાં પ્રધાનમંત્રીના આગમનને પગલે સાબરકાંઠા જિલ્લામાં પણ સરકારી એજન્સીઓ અને ભારતીય જનતાપાર્ટી દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના અનુસંધાને 28મી જૂને હિંમતનગર શહેરમાં હિંમતનગર નગરપાલિકાને નોડલ એજન્સી તરીકે નક્કી કરી મહાસ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ શરૂ કરવાનું અને 8 હજારથી વધુ લોકો આ અભિયાનમાં રજિસ્ટ્રેશન કરાવે તે માટે આયોજન કરવામાં આવ્યુ છે.

જિલ્લા ભાજપા પ્રમુખે જે.ડી.પટેલે વિગતવાર માહીતી આપતા જણાવ્યુ હતુ કે મહા સ્વચ્છતા અભિયાનમાં હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારને પણ આવરી લેવામાં આવશે.જેમાં અગાઉથી બેનર,પત્રીકા વગેરેના માધ્યમથી જનજાગૃતિ લાવવા પ્રયાસ કરાશે. આ અભિયાનમાં વિવિધ એન.જી.ઓ,શાળા કોલેજો,રોટરી ક્લબ,જાયન્ટસ ક્લબ,વેપારીઓ સહીત અનેક લોકો જોડાવાના છે. અને 28મી તારીખે મહાસ્વચ્છતા અભિયાનમાં જોડાનારાનુ રજીસ્ટ્રેશન કરવામાં આવનાર છે.

હિંમતનગરમાં 8 હજાર લોકો આ અભિયાનમાં વિધિવત રીતે જોડાય તેવુ લક્ષ્યાંક રાખવામાં આવ્યુ છે. વડોદરામાં અગાઉ પાંચ હજાર લોકો જોડાયા હતા.આ ઘટનાના મૂલ્યાંકન માટે લીમ્કા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ ની ટીમ પણ ઉપસ્થિત રહેનાર છે.જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગે માહીતી આપતા તેમણે ઉમેર્યુ હતુ કે ઇડરમાં શહીદોના પરીવારજનોનો સન્માન કાર્યક્રમ,29મી તારીખે હિંમતનગરમાં બ્રહ્માકુમારીઝ ધ્વારા વ્યસન મુક્તિનો કાર્યક્રમ,વગેરેનુ આયોજન કરવામાં આવ્યુ છે.
અન્ય સમાચારો પણ છે...