યાત્રાધામ શામળાજીના સ્મૃતિ વનમાં વાવેલા 1059 વૃક્ષો સંભારણું બન્યા

pilgrimage  Shamlaji Smutri Van in  planted 1059 trees in memory of the became a souveni
Bhaskar News

Bhaskar News

Jun 01, 2016, 11:32 PM IST
(સ્મૃતિ વનમાં તૈયાર થયેલ વૃક્ષો સંભારણું બની ગયા છે. )
શામળાજી: યાત્રાધામ શામળાજી ખાતે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા શ્યામલ વનના સ્મૃતિ વનમાં પર્યાવરણની સાથે લોકો માટે એક સંભારણું બની રહે તે માટે જન્મ, મરણ તેમજ લગ્ન તિથીએ વૃક્ષ રોપવાની યોજના મુકાઇ હતી. જે અંતર્ગત આ સ્મૃતિવનમાં 1059 વૃક્ષો રોપવામાં આવ્યા હતા. જે વૃક્ષો આજે મોટા થઇ ગયા છે, સાથે સાથે આ વૃક્ષો વિસ્તારના લોકોના જુદા-જુદા પ્રસંગોનું સંભારણું બની રહ્યા છે.
-શામળાજી ખાતેના શ્યામલ વનમાં લોકોએ જન્મ, મરણ, લગ્ન તિથી જેવા પ્રસંગોએ વૃક્ષો વાવ્યા છે
-વૃક્ષ વાવી વૃક્ષની આગળ તકતી લગાવી પોતાની એક યાદ અહી છોડી જાય છે
રાજ્યના વન વિભાગ દ્વારા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત ગાંધીનગર, અંબાજી, તારંગા, સોમનાથ, દ્વારકા, માનગઢ, પાવાગઢ, પાલીતાણા, ચોટીલા તેમજ શામળાજી ખાતે સાંસ્કૃતિક વનો બનાવવામાં આવ્યા છે. યાત્રાધામ શામળાજી ખાતે બનાવવામાં આવેલા શ્યામલ વન આજે લોક આકર્ષણનું કેન્દ્ર બની ચુક્યું છે, સાથે સાથે આસપાસના કેટલાય લોકોનું સંભારણું પણ બની ચુક્યું છે. આ વન બનાવાયું ત્યારે વિભાગ દ્વારા સામાન્ય 1000 રૂપિયા ટોકન ચાર્જ લઇ લોકોની જન્મતિથી, મરણતિથી તેમજ લગ્નતિથી ઉપરાંત કોઇ નવીન ધંધાના શુભારંભ પ્રસંગની યાદગીરી રૂપે એક વૃક્ષ વાવી પર્યાવરણમાં સહભાગી થવાની એક યોજના મુકવામાં આવી હતી.
જે અંતર્ગત આ સ્મૃતિ વનમાં વિસ્તારના 1059 લોકોએ પોતાના યાદગાર પ્રસંગોના દિવસોએ એક વૃક્ષ વાવી વૃક્ષની આગળ તકતી લગાવી પોતાની એક યાદ અહી છોડી છે. ત્ શામળાજી ખાતે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા શ્યામલ વનના યારે વર્ષો પહેલા વાવેલા વૃક્ષો હવે મોટા થઇ ગયા છે, સ્મૃતિ વનમાંસાથે સાથે આ લોકો માટે એક કાયમ માટેનું સંભારણું બની ચુક્યા છે. ત્યારે ખરેખર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલો આ અભિગમની વાતને વધુમાં વધુ લોકો સુધી પહોચાડાય તો પર્યાવરણ માટે એક આશીર્વાદ રૂપ સાબિત થશે.
X
pilgrimage  Shamlaji Smutri Van in  planted 1059 trees in memory of the became a souveni
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી