તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર:પદયાત્રી માટે વિસામા શરૂ, મુસ્લીમ બિરાદરોએ સેવા કરી આપ્યો સૌહાર્દનો સંદેશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર:સાબરકાંઠા જીલ્લામાં મા અંબાના ચરણે શીશ નમાવવા જઇ રહેલ પદયાત્રી શ્રધ્ધાળુઓનો અવિરત પ્રવાહ શરૂ થઇ જતા સમગ્ર જીલ્લામાં શક્તિની ભક્તિનો માહોલ પ્રર્વતી રહ્યો છે. દૂર દૂરથી આવી રહેલ પદયાત્રીઓની સુવિધા માટે ઠેરઠેર વિસામાના માધ્યમથી સેવાયજ્ઞ ચાલી રહ્યો છે.શહેરના પોલીસ હેડક્વાટર્સ ખાતે મુસ્લીમ બિરાદરોએ ભોજન પીરસી પદયાત્રીઓની સેવાનો લાભ લીધો હતો અને સૌહાર્દનો સંદેશ આપ્યો હતો.
પોલીસકર્મીઓ સહિત શહેરીજનો પણ પદયાત્રીઓની સેવા કરવાનો લ્હાવો લઇ રહ્યા છે
પ્રતિદિન હજારોની સંખ્યામાં જઇ રહેલ પદયાત્રીઓ માટે જીલ્લામાં ઠેરઠેર વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે. હિંમતનગર ખાતે પણ ચા-નાસ્તાથી માંડી જમવાની સુવિધા, માલીશ, મેડીકલ હેલ્પ વ્યવસ્થા સહિતના વિસામા દિવસ-રાત ધમધમી રહ્યા છે. પોલીસ હેડ ક્વોટર્સ ખાતે સંપૂર્ણ ભોજન સાથેનો સેવાયજ્ઞ ચલાવાઇ રહ્યો છે. જેમાં પોલીસકર્મીઓ સહિત શહેરીજનો પણ પદયાત્રીઓની સેવા કરવાનો લ્હાવો લઇ રહ્યા છે.
ભાદરવી પૂનમના મેળા માટે જઇ રહેલ પદયાત્રીઓની સેવાનો લાભ લેવા સૌ કોઇ પ્રયત્નશીલ
હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ રથ સાથે અને માતાજીની આરતી સ્તવન, સ્તુતિનું ગાન કરતા જઇ રહ્યા હોવાને કારણે જીલ્લામાં પદયાત્રીઓના અવિરત પ્રવાહથી માનવ સાંકળ રચાઇ ચુકી છે. શક્તિ-ભક્તિ અને આરાધનાના પ્રતિક સમા ભાદરવી પૂનમના મેળા માટે જઇ રહેલ પદયાત્રીઓની સેવાનો લાભ લેવા સૌ કોઇ પ્રયત્નશીલ છે.
મુસ્લીમ બિરાદરોએ સેવાનો લ્હાવો લીધો
ભાદરવી પૂનમના મેળામાં જઇ રહેલ પદયાત્રીઓની સેવા સુવિધા અર્થે ઠેરઠેર વિસામા ચાલી રહ્યા છે. શહેરના પોલીસ હેડક્વાટર્સ ખાતે મુસ્લીમ બિરાદરોએ પદયાત્રીઓને ભોજન પીરસી સેવાનો લાભ લીધો હતો.સૌહાર્દનો સંદેશ આવ્યો હતો. પદયાત્રીઓની સેવાનો લ્હાવો લેવાનો આનંદ અને સંતોષ સાહજીક રીતેજ ચહેરા પર દ્રષ્ટિગોચર થતો હતો.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો