તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસા હીટ એન્ડ રન: દારૂડીયાએ બેફામ કાર હંકારી બાઇકને ટક્કર મારી, 3 ઘવાયાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(દારૂડીયાની કારની પાછલી સીટમાં દારૂની બોટલ જોવા મળી હતી)
મોડાસા:મોડાસાના હજીરા વિસ્તારમાં બેકાબુ બનેલા દારૂડીયા કાર ચાલકે માર્ગ ઉપરથી પસાર થતાં મોટર સાઇકલ ચાલકને ટક્કર મારી સર્જેલા અકસ્માતમાં રાહદારી સહિત ત્રણ ઘવાયા હતા. જયારે ટાઉન પોલીસે આ કાર ચાલકને ઝડપી હવાલાતે કર્યો હતો.રવિવારનીની રાત્રે દારૂ ઢેંચી વાહન હંકારતા કાર ચાલકે કાર ઉપરનો કાબુ ગુમાવી મોટર સાયકલ ને ટક્કર મારી અકસ્માત સર્જતાં હિટ એન્ડ રન ની આ ઘટનાથી ચકચાર મચી હતી.
નગરના હજીરા વિસ્તારમાં આવેલ બજાજ શો રૂમ નજીક દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી રહેલા કાર નં. જી.જે.9 એજી 9574ના ચાલક શૈતાનસિંહ સોલંકીએ પોતાના કબ્જાની કાર બેફામ પણે હંકારી મોટર સાઇકલ નંબર જી.જે.9 એજી 9574 ને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક જેશીંગભાઇ કલાભાઇ ડામોરને ઇજાઓ પહોંચતા તાબડતોડ સારવાર અર્થે ખસેડાયા હતા. જયારૈ બેફામ બનેલા આ દારૂડીયા કાર ચાલકે માર્ગ ઉપરથી પસાર થતાં રાહદારી દીપભાઇ અને હાર્દિકભાઇ ને ટક્કર મારી ઇજાઓ પહોંચાડતાં જ લોકોમાં દોડધામ મચી હતી.
હીટ એન્ડ રન ની આ ઘટનાથી વાહન ચાલકો અને રાહદારીઓ ફફડી ઉઠયા હતા. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને ફરીયાદી નિરવભાઇ જીતેન્દ્રભાઇ ઉપાધ્યા રહે.ગોવર્ધન સોસાયટીના ઓએ નોંધાવેલ ફરીયાદ બાદ પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક શૈતાનસિંહ હરીસિંહ સોલંકી હાલ રહે. ફોરમ સીટી મોડાસા મૂળ રહે. શીવકોલોની, કાલીકા માતા મંદિર રોડ, ઉદેપુર ના ઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો