તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસાના ઇજનેરી છાત્રોએ ગરીબ બાળકોને ભણાવવાનું બીડું ઝડપ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસા:ખમતીભર પરિવારના બાળકો ભણે-ગણે છે. પરંતુ ગરીબ અનાથ કે ઝુંપડપટ્ટી અને ફુટપાથ ઉપર વસતા પરિવારના બાળકો પરિસ્થિતિવશ અભ્યાસ કરી શકતા નથી એવી ચિંતા મોડાસા ઇજનેર કોલેજનાવિદ્યાર્થીઓએ સેવી અને આ વિચાર માત્રથી શરૂ કરાઇ હેપ્પી કલબ. મોડાસામાં હેપ્પી કલબ દ્વારા શિક્ષણ અંગે જાગૃતિ પ્રસરાવવા જરૂરતમંદ બાળકોને ભણાવવાનું અભિયાન હાથ ધરાયું હતું. મોડાસા ખાતેની સરકારી ઇજનેર કોલેજની વિવિધ શાખાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તુષાર ચાવડા, ભાર્ગવ સુથાર, ધવલ ભાટીયા અને ગૌરાંગ અરોરાએ શિક્ષણનું મૂલ્ય સમજી અભ્યાસ થી વંચીત રહેલા બાળકોને શિક્ષણ પુરૂ પાડવા અભિયાન હાથ ધર્યું.
ઝુંપડપટ્ટી કે ફુટપાથ ઉપર વસવાટ કરતા ગરીબ પરીવારોના બાળકો કે અનાથ બાળકોને જરૂરી શિક્ષણ પુરૂ પાડવા આ વિદ્યાર્થીઓએ હેપ્પી કલબની રચના કરી અને ફેન્ડશીપ ડે ના દિવસથી હાથ ધરાયેલ અભિયાનમાં શિક્ષણ થી વંચીત બાળકોને એકઠા કરી શિક્ષણ પુરૂ પડાયું. મોડાસાના ટાઉન હોલ ખાતે યોજાયેલ હેપ્પી કલબ યોજીત કાર્યક્રમમાં વંચીત બાળકોને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધી આવકારી હુંફ પૂરી પડાઇ હતી. આ પ્રસંગે યોજાયેલ ચિત્ર સ્પર્ધા બાદ આ બાળકોને ભોજન પુરૂ પડાયું હતું. ઇજનેર કોલેજના આ અભિયાનને મોડાસા નગરપાલીકા પ્રમુખ સહિતના અગ્રણીઓ બીરદાવતાં ઇજનેરી કોલેજના આ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ પ્રેરાયો હતો.
એક કરૂણ બનાવ સર્જાતાં પ્રેરણા મળી
મોડાસાની સરકારી ઇજનેર કોલેજ નજીકના હાઇવે માર્ગ ઉપર સર્જાયેલ એક અકસ્માતમાં 12 વર્ષની બાળાનું મોત નીપજયું . આ મૃત કિશોરીના પિતા દિવસભર નશો કરતા હતા અને આ છોકરી પાસે ભીખ મંગાવતા હતા. આ ઘટના બાદ મળેલી પ્રેરણાથી હેપ્પી કલબની સ્થાપના કરાઇ હોવાનું તુષાર ચાવડા એ જણાવ્યું હતું.મોટેભાગે ઝુંપડપટ્ટી કે ફુટપાથ ઉપર વસતા પરિવારોમાં મા-બાપ બાળકોને ભણાવતા નથી. ગરીબ પરીવાર અને નશાખોર પિતાના બાળકો શિક્ષણથી વંચીત રહે તે માટે આ અભિયાન હાથ ધરાયું હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો