તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસામાં રૂ.40 કરોડના ખર્ચે તૈયાર થનાર જિલ્લા ન્યાયાલય ભવનનો શીલાન્યાસ કરાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસા:નવરચિત અરવલ્લી જીલ્લાના વડામથક મોડાસા ખાતે 3 એકર વિશાળ જમીનમાં રૂપિયા 40 કરોડના ખર્ચે સાકાર થનાર જીલ્લા ન્યાયાલય ભવનની શિલાન્યાસ વિધી રાજયના મુખ્યમંત્રી અને નામદાર કોર્ટના ચીફ જસ્ટીસના હસ્તે યોજાઇ હતી. જયારે જીલ્લા કોર્ટનો ઉદ્દઘાટન સમારોહ મોડાસા કોલેજ કેમ્પસ ખાતે યોજાયો હતો. મોડાસા નગરના બાયપાસ માર્ગની તત્વ ઇજનેર કોલેજ ચોકડી નજીક રાજય સરકાર દ્વારા આગામી દોઢવર્ષમાં અદ્યતન જીલ્લા ન્યાયાલય બનશે. ત્યારે આ ભવનનો શિલાન્યાસ વિધી રવિવારની સવારે ઉત્સાહભેર યોજાયો હતો.
રાજયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, હાઇકોર્ટના ચીફ જસ્ટીસ આર.સુભાષ રેડ્ડી,જસ્ટીસ એસ.જી.શાહ,કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજા, પ્રિન્સીપાલ ડ્રીસ્ટ્રીકટ જ્જ કે.બી.ગુજરાઠી, જીલ્લા કોર્ટના નવા વરાયેલા ડ્રીસ્ટ્રીક જજ વી.બી.ગોહિલ, અરવલ્લી ડ્રીસ્ટ્રીકટ બાર એશોશીયેશનના પ્રમુખ હીરાભાઇ પટેલ, જીલ્લા કલેકટર શાલીની અગ્રવાલ, પોલીસ અધિક્ષક કે.એન.ડામોર, બાર એશોશીયેશનના સીનીયર એડવોકેટ અને મ.લા.ગાંધી ઉ.કે.મંડળનાપ્રમુખ નવનીચ઼દ્ર મોદી અને મોડાસા બાર એશોશીયેશનના પ્રમુખ એન.વી. પટેલ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં જીલ્લા ન્યાયાલયનો શીલાન્યાસ શાસ્ત્રોક વિધી પૂર્વક યોજાયો હતો.
જીલ્લાના વડામથક મોડાસા ખાતે શરૂ કરાયેલ જીલ્લા કોર્ટનો ઉદ્દઘાટન સમારોહ કોલેજ કેમ્પસના ભામાશા હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પોતાના વક્તવ્યમાં ન્યાય મંદિરના ખાતમુહર્ત પ્રસંગે ખુશી વ્યક્ત કરતાં જરૂરતમંદોને ઝડપી, સરળતાથી ઓછા ખર્ચે ન્યાય મળે તે માટે રાજય સરકાર કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતું. ન્યાય ઝંખી રહેલા ગરીબોને મદદ કરવા, મહિલાઓને ન્યાય અપાવવા ઉપર ભાર મૂકતાં ઉપસ્થિત ન્યાયક્ષેત્રના અગ્રણીઓને રાજકીય દબાણને કયારેય વશ નહી થવા જણાવ્યું હતું. આ પ્રસંગે જીલ્લા સાંસદ, ધારાસભ્ય, ડીડીઓ વિશાલ ગુપ્તા, જીલ્લાની તમામ કોર્ટના જ્જ, સીનીયર એડવોકેટ પ્રદીપભાઇ ઉપાધ્યાય, ભરતભાઇ કોઠારી, ધ્રુવભાઇ મહેતા, એલ.એન.બિહોલા, માલજીભાઇ દેસાઇ, ધર્મેન્દ્રભાઇ વણકર સહિત તમામ બાર એશોશીયેશનના વકીલ મિત્રો સટાફ ઉપસ્થિત રહયો હતો.
ન્યાય પ્રક્રિયા ઝડપી બને તે જરૂરી
ચીફ જસ્ટીશ નામદાર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીશ આર.સુભાષ રેડ્ડી એ તેમના વક્તવ્યમાં ન્યાય પ્રક્રિયા ઝડપી બનાવવા ઉપર ભાર મૂકવાનો અનુરોધ કર્યો હતો. જયુડીશીયલ વિભાગમા રાજય સરકારના સીધા રસને આવકારતાં નામદાર ચીફ જસ્ટીશે ન્યાયક્ષેત્રે ગુજરાતને પ્રથમ ગણાવ્યું હતું. ભારતના વિકાસનો રાજય માર્ગ ગુજરાત હોવાનું જણાવતાં ચીફ જસ્ટીશે કોર્ટો છે અદ્યતન બિલ્ડીંગો છે. જજ છે ત્યારે પ્રજાને ન્યાય ઝડપી ,સરળતાથી અને વહેલો મળે તે જોવા જણાવ્યું હતું.
કાયદાનું પાલન કરો : ગુનાઓ ઘટાડો - મુખ્યમંત્રી આનંદીબેન પટેલ
રાજયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જીલ્લા કોર્ટના ઉદ્દઘાટન અને જીલ્લા ન્યાયાલયના શીલાન્યાસ સમારોહ પ્રસંગે જણાવ્યું હતું કે હોસ્પીટલો વધારવા કરતાં રોગને જળમૂળમાંથી નાબૂદ કરવાની જરૂર છે. રાજય સરકાર ન્યાય વિભાગને તમામ રીતે સુવિધા સજ્જ બનાવી રહી છે. તાલુકા કક્ષાએ જ ન્યાય મળી રહે માટે તાલુકા કોર્ટો શરૂ કરાઇ છે, ફેમીલી કોર્ટની સ્થાપના કરાઇ છે પરંતુ સમાજમાં ગુના ઓછા બને તે જરૂરી છે. દરેક વ્યક્તિ કાયદાનું પાલન કરશે તો ઓછા ગુના નોંધાશે અને કોર્ટોમાં કેસોનું ભારણ ઘટશે.
સમયસર ન મળે તો ન્યાય અન્યાય બરાબર છે : કાયદામંત્રી
રાજયના કાયદામંત્રી પ્રદીશસિંહ જાડેજાએ શીલાન્યાશ વિધી સમારોહ પ્રસંગે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે રાજયના મુખ્યમંત્રી સંવેદનશીલ છે. ન્યાયાલયમાં પડેલા પડતર કેસો અને પીડીતો ની વ્યથા સાંભળી તેઓ વ્યથિત બને છે. વિકેન્દ્રીતવ્યવસ્થાના કારણે જસ્ટીશ ડીલીવરી માટે કટિબધ્ધ રાજય સરકારે કાયદા વિભાગના બજેટમાં 1200 ટકાનો વધારો કરી ચાલુ વર્ષે 1723.25 કરોડની ફાળવણી કરી છે. મંત્રીએ તેમના ધારદાર પ્રવચનમાં સમયસર ન મળે તેવા નયાય અન્યાય બરાબર હોવાનું જણાવી ઝડપી,સરળ અને સસ્તા ન્યાય ઉપર ભાર મુક્યો હતો.
જીલ્લા કોર્ટ શરૂ કરાતાં પક્ષકારોનો સમય અને નાણાં બચશે
મોડાસા ખાતે આજથી શરૂ કરાયેલ જીલ્લા કોર્ટને આવકારતાં જીલ્લા બાર એશો.ના પ્રમુખ હીરાભાઇ પટેલ અને સીનીયર એડવોકેટ નવીનચંદ્ર મોદી એ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અત્યાર સુધી પક્ષકારોને હિંમતનગર જવું પડતું હતું. હવે મોડાસા ખાતે જીલ્લા કોર્ટ શરૂ કરાતાં પક્ષકારોનો સમય અને નાણાંનો બચાવ થશે. ડ્રીસ્ટ્રીકટ જજ વી.બી.ગોહિલ ની નિયુક્તિ બાદ જીલ્લા કોર્ટ સબલપુર ખાતે શરૂ કરાશે એમ જણાવાયું હતું.
આગળની સ્લાઇડમાં વાંચો,વનતંત્રને ‘બ્રહ્મજ્ઞાન’ લાધ્યું... મુખ્યમંત્રીએ વાવેલો છોડ એકવાર પશુ ચાવી ગયા એટલે બીજીવાર ટ્રી-ગાર્ડ લગાવ્યાં...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો