તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજયનગર: અપહરણ દરમિયાન સગીરા બાઇક ઉપરથી પટકાઇ, મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
વિજયનગર:વિજયનગરના મહૂવાના ખેતરા ગામની સગીરાનું ગત બુધવારે બાઇક પર અપહરણ થયું હતું જે દરમિયાન તે બાઇક પરથી પટકાતાં અપહરણકારો જ તેણીને સારવાર માટે મૂકી ફરાર થઇ ગયા હતાં. જ્યારે સગીરાનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં તેના પિતા શાંતિભાઇ સૂરજીભાઇ ભગોરે પોલીસને સગીર પુત્રીને બે અજાણ્યા ઇસમો બાઇક ઉપર અપહરણ કરી લઇ ગયા હતા.
દરમિયાન પટકાતાં તેનું ગંભીર ઇજા થવાથી મોત થયું હોવાની ફરિયાદ વિજયનગર પોલીસ મથકે નોંધાવી હતી. વિજયનગર તાલુકાના મહૂવાના ખેતરા ગામના શાંતિભાઇ સૂરજીભાઇ ભગોરાની સગીર પુત્રીને ગત બુધવારે બાઇક ઉપર આવેલ બે અજાણ્યા ઇસમો ખેંચીને બાઇક ઉપર બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા. આ સમયગાળા દરમિયાન સગીરા અચાનક બાઇક પરથી ઉથલીને રોડ ઉપર પટકાતાં તેને શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી.
જો કે, ઇજાગ્રસ્ત સગીરાને બાઇક પર આવેલા અપહરકારો જ સારવાર અર્થે દવાખાને પહોંચાડી હતી અને ત્યારબાદ ફરાર થઇ ગયા હતા. જેનું મૃત્યુ થયાની જાણ થતાં શાંતિલાલ ભગોરાએ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે સમગ્ર ઘટના અંગેની વધુ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો