તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેઘરજમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી, 11 કુંડી ગાયત્રી હવનમાં 560 ભક્તો જોડાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેઘરજ: મેઘરજ તાલુકામાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે મેઘરજ તાલુકા ગાયત્રી પરીવાર દ્વારા ગુરૂ પુજનના કાર્યક્રમનું ભવ્યતાથી મેઘરજ ગાયત્રી પ્રજ્ઞાપીઠ ખાતે આયોજન કરાયું હતું. આ પર્વે સૌ પ્રથમ 11 કુંડી ગાયત્રી હવન તથા ક્રમસહ ગુરૂ પુજન, વૃક્ષારોપણ તથા ત્યાર બાદ મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું. જેમાં મેઘરજ તાલુકાના 560 ભક્તોએ ભાગ લઇ આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતા.

70 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા

મેઘરજ ગાયત્રી પ્રજ્ઞાપીઠના પ્રમુખ અશોકભાઇ ઉપાધ્યાય, મેઘરજ તાલુકા યુવાક્રાન્તિ દળના સભ્યો, નગરના અગ્રણી પરીજનો દ્વારા ગાયત્રી હવન,સમુહ આરતીમાં સહભાગી બન્યા હતા. રાત્રીના સમયે મેઘરજ સુંદરકાંડ પરીવાર દ્વારા સુંદરકાંડ પાઠનું આયોજન હાથ ધરાયું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમ વેળાએ અરવિંદભાઇ પંડયા, ઘનશ્યામભાઇ ઉપાધ્યાય, જગદીશભાઇ ચૌહાણ તેમજ મેઘરજ નગરના સમાજ સેવક કનુભાઇ પરમારની ઉપસ્થિતિમાં 70 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા.

ધર્મ નીતિ વગર રાજનીતિ શકય જ નથી: મહંત વેદવ્યાસજી મહારાજ

સમગ્ર વિશ્વમાં આતંકવાદ અને હિંસાના કારણે નિર્દોષ મનુષ્યોની હત્યા કરવામાં આવી રહી છે ત્યારે ધર્મ નીતિ વગરની રાજનીતિ શકય ન હોવાનું તમામ રાષ્ટ્રના રાજકારણીઓએ શીખી લેવી જોઇએ તેમ ઇડર તાલુકાના છાપી ગામે આવેલા વાળીનાથ મહાદેવ મંદિર ખાતે મંગળવારે યોજાયેલ ગુરૂ પૂજનમાં મહંત વેદવ્યાસજીએ જણાવ્યુ હતું.

ઇડરના છાપી ગામે વાળીનાથ મંદિરમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી

હિન્દુ પરંપરા મુજબ ગુરૂ પૂજનનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે ત્યારે ગુરૂ પૂર્ણિમાના દિવસે સાબરકાંઠા જિલ્લાના વિવિધ મંદિરો અને આશ્રમમાં ગુરૂ પૂજનના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે મહંત વેદવ્યાસજી મહારાજની અધ્યક્ષતામાં મંગળવારે ભવ્ય ગુરૂ પૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સાબરકાંઠા, મહેસાણા અને રાજસ્થાનના ભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગુરૂ પૂજનનો લાભ લીધો હતો. ભારત રાષ્ટ્ર પશ્ચિમ દેશોનું અનુકરણ કરી રહ્યુ છે. જે ભવિષ્ય માટે ખતરનાક છે. આદિઅનાદી કાળથી ભારત સંત મહાપુરૂષો અને ઋષિ મુનિઓનો દેશ ગણાય છે. ત્યારે સંતોના માર્ગદર્શન હેઠળ સુશાસન કરવાની કામગીરી કરવી જોઇએ તેમ વધુમાં તેમણે જણાવ્યુ હતું. સમગ્ર કાર્યક્રમમાં બહેચરભાઇ રેવાભાઇ પરિવાર (કાબસો) તરફથી આયોજન કરાયુ હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો