તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેઘરજમાં પૂર્વ શિક્ષણ મંત્રીના ઘરેથી 45 હજારની મત્તા ચોરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેઘરજ: મેઘરજ:મેઘરજની રામનગર સોસાયટીમાં રહેતા પૂર્વ શિક્ષણમંત્રીને ત્યાં શનિવારે રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યાની ઘટના બાદ સોમવારે સવારે 11 વાગ્યા બાદ ર્ડાગ સ્કોડ ઉતારાઇ હતી. ઘટનાના 24 કલાક બાદ ડોગ સ્કોર્ડ આવતાં પોલીસ કામગીરી સામે પ્રશ્નો સર્જાયા હતા. પૂર્વમંત્રીના બંગલેથી આગળના ભાગે થઇ છુપા રસ્તે થઇને હાઇવે સુધી ર્ડાગ ગયો હતો. જેથી ચોર કોઇ વાહન ઉપર સવાર થયો હોઇ તેમ જણાતું હતું.
ઉલ્લેનીય છેકે જો તાલુકામાં મોટા નેતા અને સમાજના અગ્રણી અને પૂર્વ મંત્રીનો બંગ્લો સુરક્ષિતના હોઇ તો તાલુકાની આમ જનતાનું શું. તાલુકામાં ચોરી, મારામારી, બળાત્કાર જેવી પ્રવૃત્તિઓ દિન પ્રતિદિન વધતી જાય છે. ત્યારે તાલુકામાં બાહોશ પોલીસ અધિકારીની નિયુક્તિ કરાય તેવું ગ્રામજનો ઇચ્છી રહયા છે.
પૂર્વ શિક્ષણ મંત્રીના ઘરેથી 45 હજારની મત્તા ચોરાઇ હતી
મેઘરજની રામનગર સોસાયટીમાં રહેતા પૂર્વ શિક્ષણમંત્રીને ત્યાં ગત રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરમાં પડેલ ચીજ વસ્તુઓને વેર વિખેર કરી નાંખી રૂપિયા 45600ની મત્તા ચોરી જતાં પંથકમાં ફફડાટ વ્યાપ્યો હતો. રામનગરની સોસાયટીમાં રહેતા પૂર્વ શિક્ષણમંત્રી હિરાજી વાલાજી ડામોર રાત્રીના સમયે બાર વાગ્યાના અરસામાં જમી પરવારીને બીજા માળે જઇ સૂઇ ગયા હતા.
સવારે 6 વાગ્યાના અરસામાં જાગી નીચે આવી જોતા તીજોરીનું તાળુ તથા પલંગનું ડ્રોવર ખેંચી નાખેલ ટુટેલી હાલતમાં જોતા વધુ તપાસ કરતા ઘરમાં ચોરી થયાનું માલુમ પડયું હતું. ઘર ની તીજોરીમાં રખાયેલ સોનાનો સેટ બે તોલાનો જેની કિંમત 16000 , સોનાના બે તોલાના ત્રણ દોરા જેની કિંમત 16000, સોનાની બુંટી જેની કિંમત 8000 અને ચાંદીના છડા 500 ગ્રામ જેની કિંમત 5000 અને કટાર(છરી) રૂ.600ની એમ કુલ મળી 45600 ની મત્તા તસ્કરોએ ચોરી લીધી હતી. આ અંગે મેઘરજ પોલીસમાં ફરીયાદ નોંધાવાતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પંથકમાં બેફામ બનેલા તસ્કરોએ પૂર્વ મંત્રીના ઘરનેજ નિશાન બનાવ્યો હતો.

આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો