માલપુર: પ્રા.શાળામાં માત્ર બે જ ઓરડા વિદ્યાર્થીઓ ઝાડ નીચે ભણે છે !

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માલપુર:માલપુર તાલુકાના બોરડીયા ગામે આવેલ 1 થી 7 ધોરણની શાળામાં 133 બાળકો અભ્યાસ કરે છે. તેમને 6 શિક્ષકો ભણાવે છે. પરંતુ આ શાળામાં માત્ર બે જ ઓરડા હોવાને કારણે અન્ય વર્ગના વિદ્યાર્થીઓને ઝાડ નીચે બેસીને ભણવું પડે છે. જેથી સત્વરે તંત્ર દ્વારા બાળકોને ભણવા માટે નવિન ઓરડા બનાવા જોઇએ.
-માલપુરના બોરડીયા ગામની ધો.1 થી 7 ધોરણની શાળામાં 133 છાત્રો ભણે છે
બોરડીયા ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઓરડાનો અભાવ હોવાને કારણે શિક્ષકો તથા આચાર્ય દ્વારા સંલગ્ન વિભાગમાં રજુઆત કરાઇ હોવા છતાં નવિન ઓરડા બનાવવામાં આવતા નથી. જે અંગે શાળાના આચાર્ય દોલજીભાઇ બારીયા તથા મદદનીશ શિક્ષક ભવાનભાઇ ચમારના જણાવાયા મુજબ શાળામાં ત્રણ વર્ષ અગાઉ 3 ઓરડા હતા.જે પૈકી એક ઓરડાને બિનઉપયોગી જાહેર કરાતા અત્યારે બાળકોને ઝાડ નીચે બેસીને ભણછું પડે છે. જે અંગે ત્રણ વર્ષથી રજુઆત કરાતી હોવા છતાં કોઇ કાર્યવાહી થતી નથી.ઉપરાંત સરકારે 11 કોમ્પ્યુટર આપ્યા હોવા છતાં તેને મુકવાની જગ્યા ન હોવાથી ઉપયોગ થઇ શકતો નથી. જે અંગે તાજેતરમાં અરવલ્લી કલેક્ટરને આચાર્ય દ્વારા જાણ કરાઇ હતી. પરંતુ હજુ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી.
અન્ય સમાચારો પણ છે...