તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોડાસામાં બોગસ મા વાત્સલ્ય કાર્ડ બનાવનાર વડોદરાથી ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા: મોડાસાની મામલાદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો કિરીટ અમીન દોઢ વર્ષ પહેલાં મા વાત્સલ્યના બોગસ કાર્ડ બનાવવાના કૌભાંડમાં ઝડપાયો હતો. જો કે, તેની સામે જિલ્લા આરોગ્ય-અધિકારીએ મોડાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. તેમજ કાૈભાંડી બોગસ જિલ્લા પુરવઠા અધિકારીના સ્વાંગમાં વડોદરા પાણીગેટ પોલીસે તેને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હોવાની માહિતિ પ્રાપ્ત થઇ છે.
 
અસલ દસ્તાવેજ વગર કાર્ડ બનાવી પૈસા પડવી લેતો હતો
 
આ અંગેની પ્રાપ્ત માહિતિ મુજબ વિગત એવી છે કે, મોડાસાની મામલતદાર કચેરીમાં કોન્ટ્રાક્ટરબેઝ ઉપર કરારથી કિરીટભાઇ બાબુભાઇ અમીન (રહે. હેલોદર, તા. માલપુર) કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો હતો અને તેની ફરજ દરમિયાન તે સરકારની ચાલતે યોજના મા વાત્સલ્યના કાર્ડ બનાવતો હતો. જો કે, તેણે પોતાની ફરજ દરમિયાન અસલ ડોક્યુમેન્ટ વગર લોકો પાસેથી રૂપિયા પડાવી લઇને બોગસ મા વાત્સલ્યના કાર્ડ બનાવવાનું શરૂ કર્યું હતું.

 બોગસ કાર્ડ બનાવવામાં તેણે સરકારી સ્તંભના લોગોનો પણ ઉપયોગ કર્યો હતો. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતાં જિલ્લા આરોગ્ય અધિકારીએ મોડાસાના પોલીસ સ્ટેશનમાં તા.14મી માર્ચને 2016માં ફરિયાદ દાખલ કરી હતી. જોકે, પોલીસે તેને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. જ્યારે આ કૌભાંડી બેકાર બનતાં વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં સરકારી અધિકારીનો સ્વાંગ રચીને લોકોને છેતરતો હતો.
 
તેની વિરૂદ્ધ વડોદરા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે કિરીટ અમીનને ડિસ્ટીક સપ્લાયર- ઓફિસરના સ્વાંગમાં ઝડપી લીધો હતો. પોલીસે તેની વેગેનાર કારની તલાસી લેતાં કારમાંથી ડે. મામલતદાર એન્ડ એક્ઝિક્યગુટીવ- મેજીસ્ટ્રેટના બોર્ડ સહિત અન્ય વાંધાજનક સામગ્રી મળી આવી હતી. અગાઉ મોડાસામાં બોગસ કાર્ડ બનાવવાના કૌભાંડીમાં ઝડપાયેલો આ કૌભાંડી શખસ વડોદરામાં બોગસ અધિકારીના સ્વાંગમાં ઝડપાયો હોવાના સમાચાર વહેતા થતાં અરવલ્લીમાં આ સમાચાર ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા.
અન્ય સમાચારો પણ છે...