તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર: કાતરાનો ઉપદ્રવ, વરસાદ 27 દિ’ ન થાય તેવી ખેડૂતોમાં પુરાણી માન્યતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંભોઇ/હિંમતનગર:હિંમતનગર, વડાલી, ઇડર, પ્રાંતિજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રંગબેરંગી ઇયળ જેવી દેખાતી અને કાતરા નામે ઓળખાતી જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે. આ અંગે કાંકણોલ ગામના ખેડૂત જયેશભાઇ પટેલે જણાવ્યુ હતું કે વરસાદની પ્રથમ હેલી બાદ ભેજયુકત ગરમ વાતાવરણ સર્જાતા ગ્રામ્ય વિસ્તારોમાં કપાસના પાકના ખેતરોમાં ઉભા પાકમાં તેમજ માર્ગો પર આ જીવાત મોટી માત્રામાં ફરતી જોવા મળે છે. ગાંભોઇ પાસેના રાયગઢના વડીલ ખેડૂત મનજીભાઇ પટેલે જણાવ્યુ હતું કે કાતરા નામની રંગીલી આ જીવાત ખેતીપાકમાં દેખાય તો વરસાદ 27 દિવસ સુધી આવે નહિ એવી ખેડૂતવર્ગમાં પુરાણી માન્યતા છે. આ કાતરાની જીવાતને દૂર કરવા કોઇ જંતુનાશક દવાની પણ અસર થતી નથી. તેના આયુષ્ય મુજબ દિવસો સુધી રહે છે. જે સમય દરમિયાન ખેતીપાકને નુકશાન કરે છે.
સાબરકાંઠામાં માત્ર 10 % જ વાવેતર
હિંમતનગર.સાબરકાંઠામાં વરસાદની સ્થિતિમાં થયેલા ફેરફારની સાથે સાથે કૃષિ અને બાગાયતી પાકોના વાવેતરમાં પણ ઘટાડો થયો છે. જીલ્લામાં સૌથી વધુ ઇડર તાલુકામાં 46415 હેક્ટર જ્યારે સૌથી ઓછુ પોશીના તાલુકામાં માત્ર 7005 હેક્ટર જમીનમાં વાવેતર કરાયું છે઼. જો કે આગામી સમયમાં પિયતની સુવિધામાં વધારો થયા બાદ જ વાવેતરમાં વધારો થશે. હાલ તો જીલ્લામાં માત્ર 10 ટકા જ વાવેતર થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
સાબરકાંઠામાં જુલાઇ માસમાં વરસાદનું પ્રમાણ ઘટતા ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે પણ વરસાદ વરસતો ન હોવાથી અસહ્ય બાફ અને ઉકળાટનું પ્રમાણ વધ્યુ છે.
વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતો કપાસના બદલે મગ, મઠ, તુવેર, અડદ જેવા કઠોળ પાકોનું વાવેતર કરવા લાગ્યા
જીલ્લામાં જુલાઇ માસ દરમિયાન ખેડૂતો કપાસ, મગફળીનું વાવેતર કરે છે. આ અંગે જીલ્લા ખેતીવાડી વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત વર્ષની સરખામણીમાં આવર્ષે ખેડૂતો ખૂબ જ ધીરજ રાખીને વાવણી કામ કરી રહ્યા છે. વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતો કપાસના બદલે મગ, મઠ, તુવેર, અડદ જેવા કઠોળ પાકોનું વાવેતર કરવા લાગ્યા છે. કપાસના પાકમાં લીલી ઇયળોનો ઉપદ્રવ તથા કાતરા પડવાના કારણે ઇડર તાલુકામાં કપાસનું માત્ર 19921 હેક્ટર જમીનમાં વાવેતર કરાયું છે. ઉપરાંત ડાંગરનું વાવેતર પ્રાંતિજ જીલ્લામાં વધુ જોવા મળે છે. તેની જગ્યાએ ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા પ્રાંતિજ તાલુકામાં માત્ર 500 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરાયું છે. સાબરકાંઠા જીલ્લામાં મકાઇ 7518 હેક્ટર જમીન, તુવેર 1590 હેક્ટર, મગ 1590 હેક્ટર, મઠ 43 હેક્ટર, અડદ 8256 હેક્ટર સહિતના વિવિધ પાકોનું 160122 હેક્ટર જમીનમાં વાવેતર કરાયું છે.
ડાંગરનો ધરૂ તૈયાર કરાયો
પ્રાંતિજ તાલુકામાં વરસાદ ઓછો પડતા ખેતરોમાં પાણી ભરાયા નથી. જેના કારણે ખેડૂતોએ ડાંગરનું ધરૂ તૈયાર કરીને રાખ્યો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો