તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગરના એસ્સાર પેટ્રોલ પંપ અને મોડાસાની તલ્હા એજન્સીમાં ITના દરોડા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર: હિંમતનગરના ધાંણધા નજીક આવેલા એસ્સારના મીરા પેટ્રોલીયમમાં ઇન્કમટેકસ વિભાગના અધિકારીઓએ શનિવારે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. કેટલાક વિતરકો દ્વારા આ છુટનો ગેરલાભ ઉઠાવાયો હોવાનું અને તેમાં વેચાણ કરતા વધુ રકમ બેન્કમાં જમા કરાયાનું ઇન્કમટેકસ વિભાગને ધ્યોન આવતા આ પ્રકારનું સર્ચ ઓપરેશન હાથ ધરી તપાસ ચલાવાઇ રહી છે. જે પંપ પર ઇન્કમટેકસ વિભાગના અધિકારઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે તેમાં પણ વેચાણ કરતા વધુ રકમ બેન્કમાં જમા કરાયાનું મામલો બહાર આવ્યાનું સૂત્રોએ જણાવ્યું છે. હજુ અધિકારઓ દ્વારા સર્ચ ઓપરેશનની કાર્યવાહી ચાલુ હોઇ આયકર વિભાગે હાલમાં કઇ પણ કહેવાનું ઇન્કાર કરીને કાર્યવાહી ચાલુ રાખી છે જે તપાસ પુરી થયા બાદ પેઢી પરથી કેટલું ડિસ્પ્લોઝર બહાર આવે છે તેની જાણ થઇ શકશે.

પ્રોવીઝન આઇટમોની રીટેઇલર અને હોલસેલર પેઢીમાં માંડી સાંજ સુધી તપાસ

હિંમતનગર અને મોડાસા ખાતેની આવકવેરા વિભાગની ટીમના 7થી વધુ અધિકારીઓ દ્વારા શનીવારના રોજ મોડાસાની તલ્હા એજન્સીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાતાં જ વેપારી આલમમાં ફફડાટ ફેલાયો હતો. ગોળી, બીસ્કીટ અને પ્રોવીઝન આઇટમોના રીટેઇલર અને હોલસેલર એવી આ પેઢી ઉપર તપાસ કરી રહેલા અધિકારીએ તપાસ અંગે કંઇ પણ જણાવવાનો ઇન્કાર કર્યો હતો. આઇટી વિભાગના અધિકારીઓએ આ રીટેઇલર અને હોલસેલર પેઢીની ખરીદ-વેચાણની એન્ટ્રીઓ, બેન્કોમાં કરાયલ લેવડ-દેવડ અને પેઢીના ગોડાઉનમાં હાજર સ્ટોકની ઝીણવટભરી તપાસ ધરી હોવાનું મનાઇ રહ્યું છે. આવકવેરા વિભાગ દ્વારા છેલ્લા 15 દિવસમાં જ બીજીવાર મોડાસાની વેપારી પેઢીઓમાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનથી નોટબંધી બાદ કાળુનાણું ગેરકાયદેસર રીતે ઠેકાણે પાડનાર તત્વોમાં ફફડાટ વ્યાપ્યો હતો.
 
વધુ તસવીર જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો