માવઠાને લઇ મોડાસા માર્કેટયાર્ડમાં બુધવારે કાચામાલની આવક શૂન્ય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડાસા:છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણતે લીધે ખેડૂતો પોતાનો કાચોમાલ મોડાસા માર્કેટયાર્ડમાં વેચવાનું ટાળતાં બુધવારે મોડાસા માર્કેટયાર્ડમાં એકપણ બોરી કાચામાલની આવક થઇ ન હતી. પરિણામે યાદીમાં જાહેર હરાજી ન થતાં દિવસ દરમિયાન માર્કેટયાર્ડ સુમસામ ભાસતું હતું. ખેડૂતો રોજીંદા 1 હજાર થી 1200 બોરી કાચોકાલ લઇને આવતા હોવાથી માર્કેટ યાર્ડમાં વહેપારમાં તેજી દેખાતી હતી. પરંતુ કામચોકામ વેચવા ખેડૂતો ન આવતા લાખ્ખો રૂપિયાના ધંધા ઉપર માઠી અસર પડી હતી.

 

માર્કેટયાર્ડમાં રોજીંદી 1000 થી 1200 બોરી કાચામાલની આવક થતી હતી

 

મોડાસા માર્કેટયાર્ડ માલપુર, મેઘરજ, મોડાસા તાલુકાના અને મહિસાગર તેમજ રાજસ્થાનના સરહદી ગામડાઓના ખેડૂતો માટે કાચોમાલ વહેંચવા માટેનું મુખ્ય કેન્દ્ર છે. તેથી સિઝન સિવાયના દિવસોમાં મોડાસા માર્કેટયાર્ડમાં કાચામાલની ખરીદી કરવાવાળા 35 કરતાં વધુ વહેપારીઓ જાહેર હરાજી દ્વારા રોજીંદી 1000 થી 1200 બોરી કાચામાલની ખરીદી કરતા હોવાનું મેનેજર ભૂપેન્દ્રભાઇ ભટ્ટે જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું કે, અત્યારના દિવસોમાં માર્કેટયાર્ડમાં સોયાબીન, કપાસ, ઘઉં, ડાંગર અને મકાઇના પાકોની ખરીદી કરાઇ રહી છે અને રોજીંદા વહેપારીઓ 18 લાખ થી 20 લાખ રૂપિયાની ખરીદી કરે છે.


પરિણામે ખેડૂતોને કાચામાલના રોકડા રૂપિયા મળતાં હોવાથી મોડાસા માર્કેટયાર્ડમાં જુદાજુદા વ્યાપાર સાથે સંકળાયેલા 300 જેટલા વહેપારીઓના ધંધામાં રોજીંદી તેજી રહે છે. પરંતુ બુધવારે વહેલી સવારથી સાંજ સુધી વાતાવરણની અસરને લીધે માર્કેટયાર્ડમાં એકપણ ખેડૂત કાચોમાલ વહેચવા માટે ન આવતાં કાચામાલની એકપણ બોરીની આવક થઇ ન હતી. પરિણામે વહેપારીઓ જાહેર હરાજી કરી શક્યા ન હતા.


તેથી માર્કેટયાર્ડના કરિયાણા તેમજ જીવન જરૂરિયાતના વહેપારીઓના ધંધા ઠપ્પ થઇ ગયા હતા. અને રોજીંદા લાખ્ખો રૂપિયાનું ટર્ન ઓવર કરતા વહેપારીઓ પણ વિમાસણમાં પડી ગયાં હતા. જો કે, અરવલ્લી જિલ્લાનું ધનસુરા માર્કેટયાર્ડમાં પણ કાચામાલની આવક બંધ થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું હતું.

 

 

 

અન્ય સમાચારો પણ છે...