તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાબરકાંઠા જિલ્લામાં ફફડાટ: હિંમતનગર-વડાલીમાં 9, અરવલ્લીમાં 6ને ડેન્ગ્યુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર: સાબરકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી થઇ રહી હોવાની જાહેરાતો છતાં મચ્છરજન્ય રોગચાળો નિયંત્રણમાં આવતો નથી. વીતેલા સપ્તાહાંતે હિંમતનગરમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલ પાંચ દર્દીઓ પૈકી ચાર દર્દીના એનએસ-1 એન્ટીજેન ડેન્ગ્યુના પોઝીટીવ રિપોર્ટ આવ્યા છે. જયારે તલોદ તાલુકાના ત્રણ પોઝીટીવ કેસમાં સારવાર બાદ રજા આપી દેવાઇ છે. વડાલીમાં એક જ ફળીયાના ચાર બાળકો અને એક યુવાનનો ડેન્ગ્યુ પોઝીટીવ રિપોર્ટ આવતા ફફડાટ ફેલાયો છે.

હિંમતનગરના એક યુવાન અને બાળકનો પોઝીટીવ રિપોર્ટ

હિંમતનગર શહેર સહિત તાલુકામાં ડેન્ગ્યુ તરખાટ મચાવી રહ્યો છે. જોકે મૃત્યુ આંક એટલો મોટો નથી થયો જેનાથી દહેશત ફેલાય. પરંતુ લોકો મોટી સંખ્યામાં તેનો ભોગ બની રહ્યા છે. હિંમતનગર શહેર સહિત તાલુકાના કાંકણોલના બંનેના એનએસ-1 એન્ટીજેન ડેન્ગ્યુ રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. તદ્પરાંત બેરણાના નીરવ વાસુદેવભાઇ પટેલ (ઉ.વ.15) નેં શંકાસ્પદ કેટેગરીમાં સારવાર અપાઇ રહી છે. આજે હિંમતનગરના વધુ એક યુવાન અને બાળકનો પોઝીટીવ રિપોર્ટ આવતા ર્ડા.અતુલ નાયકને ત્યાં સારવાર અપાઇ રહી છે.

વડાલીમાં એક સાથે ચાર બાળકો અને એક યુવાને ડેન્ગ્યુ

વડાલીની ગોર ફળીમાં એક સાથે ચાર બાળકો અને એક યુવાન ડેન્ગ્યુનો ભોગ બનતાં ઇડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. તમામના ડેન્ગ્યુના પોઝીટીવ રિપોર્ટ આવ્યા હોવાનું યોગેન્દ્રસિંહ પરમારે જણાવ્યુ હતું.ર્ડા.ચારણના જણાવ્યા અનુસાર પ્રતિદિન 150થી 200 દર્દીઓ આવી રહ્યા છે. તે પૈકી 30થી 40 દર્દીઓ તાવમાં સપડાયેલા હોઇ તાવની સારવાર કરવામાં આવી રહી છે.
એક બાળકને શંકાસ્પદ કેટેગરીમાં સારવાર

ચારેય દર્દીઓને સારવાર આપી રહેલ ર્ડા.રાહુલ સોડાણીએ જણાવ્યુ હતું કે, ત્રણ દર્દીનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બે દર્દીઓની સ્થિતિમાં સુધાર થઇ રહ્યો છે. એક બાળકને શંકાસ્પદ કેટેગરીમાં સારવાર અપાઇ રહી છે. ર્ડા.અતુલ નાયકે પણ જણાવ્યુ હતું કે, 6 વર્ષના બાળકની સ્થિતિમાં સુધાર થઇ રહ્યો છે.
આગળની સ્લાઇડમાં વાંચો, 18 વર્ષનો યુવક ડેન્ગ્યુમાં સપડાતાં ગ્રામજનોમાં ભય.....
અન્ય સમાચારો પણ છે...