તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગરના પીપલોદી પાસે પદયાત્રીઓનો થાક ઉતારવા અનોખુ સેલ્ફહીલીંગ સ્ટેશન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર:પદયાત્રીઓ અસહ્ય થાક અને કળતરથી છૂટકારો મેળવવા પેઇનકીલરની ગોળીઓના શરણે જઇ શરીરને નુકશાન કરે છે તેમને શકય તેટલી સુવિધા આપી એકયુપ્રેશરના માધ્યમથી થાક ઉતારી ફરીથી તરોતાજા કરી દેવા હિંમતનગરના પીપલોદી પાસે અનોખુ સેલ્ફ હીલીંગ સ્ટેશન પદયાત્રીઓની સેવામાં કાર્યરત છે.
પદયાત્રીઓને એકયુપ્રેશરની સારવાર આપવામાં આવે છે
નીમા ફાઉન્ડેશન અને રોટરી કલબના સંયુકત ઉપક્રમે આયોજીત આ સેવા કેમ્પમાં ચાલી ન શકનાર પદયાત્રીઓને એકયુપ્રેશરની સારવાર આપવામાં આવે છે. શરીરનો દુ:ખાવો હોય કે પગનું કળતર કે અન્ય સમસ્યા થાકી ગયેલા પદયાત્રીઓ હીલીંગ સ્ટેશનમાં આવીને જાતે જ કે પછી અહીંના સ્વયંસેવકોની મદદથી એકયુપ્રેશરના વિવિધ સાધનોથી રાહત મેળવે છે અને હીલીંગ સેન્ટરના દાવા મુજબ 15 મિનિટના સેલ્ફ હીલીંગથી બધો થાક ઉતરી જાય છે.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો