હિંમતનગર: ગુજરાતભરમાં દલિતોના અત્યાચાર વિરોધમાં બંધ કરાવવામાં આવી રહ્યુ છે. ઠેર ઠેર દેખાવો થઇ રહ્યા છે. રેલીઓ નીકળે છે ત્યારે બુધવારના રોજ સવારે 10-30 કલાકે બડોલી ગામના કોંગ્રેસના અગ્રણી રતનબેન વણકરના નેજા હેઠળ દલિત સમાજના યુવાનો દ્વારા દલિત સમાજના અત્યાચારના વિરોધમાં કુકડીયા પાટીયા પાસે ટોળાએ ઉભા રહી વાહન વ્યવહાર બંધ કરાવતા કુકડીયા પાટીયાથી બડોલી ગામની દૂધ ડેરી સુધી તેમજ કુકડીયા પાટીયાથી બુઢીયા ગામ પાસે આવેલ પેટ્રોલપંપ સુધી ચક્કાજામ થઇ ગયો હતો.
હિંમતનગર, પ્રાંતિજ, તલોદમાં બંધ નિષ્ફળ
ભિલોડા તાલુકા દલિત સમાજ દ્વારા બુધવારે બંધ પળાવી મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતું. આ અંગે ભિલોડા દલિત સમાજના યોગેશભાઇ બુધ્ધ, અળખાભાઇ સોલંકી, ભૂપેશ પરમાર, વાલજીભાઇ પરમાર, બાબુભાઇ પરમાર સહિત 50થી વધુ લોકોએ જણાવ્યુ હતું કે દલિત સમાજ પર અત્યાચાર કરાયો છે તે બાબતે ભિલોડા મામલતદાર જી.કે.પટેલને આવેદનપત્ર આપી રજુઆત કરી છે. આવેદનપત્રમાં જણાવાયુ છે કે અત્યાચારીઓ સામે કડક પગલા લેવા જોઇએ. આ કાર્યક્રમમાં દીલીપભાઇ વકીલ, સંજય શ્રમીક, ભરતભાઇ, અમૃતભાઇ પરમાર, વિપુલ પરમાર, હસમુખ પરમાર, મહેન્દ્રભાઇ પરમાર, કેતન પંડયા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉનામાં દલિતો પર ગુજારવામાં આવેલા અત્યાચારના વિરોધમાં બુધવારે ગુજરાત બંધના અપાયેલા એલાનના ભાગરૂપે વડાલીમાં આવેલી સ્કુલો, કોલેજો, બેંકો અને બજારો બંધ રહ્યા હતા.
આગળની સ્લાઇડમાં જુઓ તસવીરો...