તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગરના તબીબ લીંગ પરિક્ષણમાં ઝડપાયાં, રાજસ્થાનની ટીમનું સ્ટીંગ ઓપરેશન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર: રાજસ્થાનના ખેરવાડાની મહિલા દલાલ મારફતે આવેલી સગર્ભાનું લિંગ પરિક્ષણ કરતાં હિંમતનગરના તબીબ ર્ડાકટર જીતેનદ્ર વાસુદેવ શુકલ આબાદ ઝડપાઇ ગયા છે. રાજસ્થાનના પીસી એન્ડ પીએનડીટી બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સેલ દ્વારા થયેલા આ સ્ટિંગ ઓપરેશન બાદ તબીબેન ઉદયપુર લઇ જઇને એક દિવસના રિમાન્ડ પર લેવાયા હતાં. જ્યારે મહિલા દલાલને જેલમાં ધકેલી દેવાઇ હતી. દેવપૂજન હોસ્પિટલના તબીબ જીતેન્દ્ર શુકલ રાજસ્થાનની ગર્ભવતી મહિલાઓના ગર્ભ-જાતિ પરિક્ષણ કર્યા બાદ મહિલા દલાલને એવું કહેતા હતા કે ઘરે જઇને મીઠાઇ વહેચાવજો. જેનો મતલબ દીકરો છે તેમ થાય છે. જાતિ પરિક્ષણ માટે નર્સ નિર્મલા માલી પરિવારજનો પાસેથી 21 હજાર રૂપિયા લેતી હતી, જ્યારે પરિક્ષણ માટે ડોક્ટરને 7 હજાર રૂપિયા આપવામાં આવતા હતા.

ઉદેપુરની ગર્ભવતી મહિલાએ ગર્ભ પરિક્ષણ કરાવા નિર્મલાબેનનો સંપર્ક કર્યો

રાજસ્થાનના ઉદેપુરમાં રહેતી એક ગર્ભવતી મહિલાએ ગર્ભ પરિક્ષણ કરાવવા માટે ખેરવાડામાં રહેતા નિર્મલાબેન કાલુરામ રાઠોડનો સંપર્ક કર્યો હતો. બીજી તરફ આ અંગે રાજસ્થાન પીસી એન્ડ પીએનડીટી બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન સેલના અધિકારી નાયબ પોલીસવડા રઘુવીરસિંહ, પ્રભારી અધિકારી રસલાલ, ક્રાઇમ બ્રાન્ચના વિક્રમ સેવાવત, આરોગ્યના જેસીપી આર.એન.ભૈરવા અને પૂજાકુમારીને ખબર પડતા નિર્મલાબેન પાસેથી તમામ વિગતો એકઠી કરી લેવામાં આવી હતી. ત્યારબાદ આ ગર્ભવતી મહિલાને મહિલા દલાલ નિર્મલા રાઠોડ સોમવારે સાંજે દેવપૂજન હોસ્પિટલના તબીબ જીતેન્દ્ર શુકલ સાથે કોડવર્ડમાં વાત થયા મુજબ લાવી હતી.

રાજસ્થાનના બ્યુરોના અધિકારીઓ ટીમનું સ્ટિંગ ઓપરેશન

બીજી તરફ રાજસ્થાનના પીસી એન્ડ પીએનડીટી બ્યુરોના અધિકારીઓએ વોચ ગોઠવીને સ્ટિંગ ઓપરેશન દરમિયાન ડૉ.જીતેન્દ્ર શુકલને ગર્ભ-જાતિ પરિક્ષણ કરતા રંગેહાથ ઝડપી લીધા હતા. જેના કારણે હિંમતનગરના ગાયનેક તબીબોમાં ખળભળાટ મચી ગયો હતો. સ્ટિંગ ઓપરેશન દરમિયાન રાજસ્થાન રાજય આરોગ્ય વિભાગ દ્વારા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ હિંમતનગર, રાજય આરોગ્ય વિભાગના મદદનીશ નિયામક ડૉ.રાકેશ વૈધ અને સ્ટેટ પીસી એન્ડ પીએનડીટીના સિનીયર મેડીકલ ઓફીસર ડૉ.પી.એલ.દવે, તાલુકા હેલ્થ ઓફીસર ડૉ.જયેશ પરમાર, એલસીબી અને એસઓજીની ટીમ પણ હાજર રહી હતી.
નર્સ 21 હજાર લેતી, ડોક્ટરને 7 હજાર આપતી
હિંમતનગર શહેરની દેવપૂજન હોસ્પિટલમાં ચલાવતો સોનોગ્રાફી મશીનથી ગર્ભ પરીક્ષણ માટે ખેરવાડાની નર્સ નિર્મલા માલી 7 હજાર પ્રતિ કેસ આપતી હતી. અને પોતે ગર્ભવતી મહિલા કે તેના પરિવારજનો પાસેથી 21 હજાર લેતી હતી. આ કામમાં કોઇ પણ પ્રકારનો લેબ ટેસ્ટ અથવા લખાણ પટ્ટી કરવામાં આવતું નહોતુ. નર્સ જે મહિલા સામે ઇશારો કરતી તે મહિલાનું સોનોગ્રાફી કરી ડોક્ટર તેનુ ગર્ભ પરીક્ષણ કરી બાળકની માહિતી આપતો હતો.
આગળની સ્લાઇડમાં જુઓ વધુ તસવીરો અને વાંચો, મહિલા દલાલ જેલહવાલે, તબીબ શુકલને ઉદયપુર લઇ જવાયાં...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો