તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિંમતનગર: 9 વર્ષની માસૂમ બાળકી ગુમ, પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર: હિંમતનગરના મહાવીરનગરની એક સોસાયટીમાં રહેતા અને કડીયા કામ કરતા એક વ્યકિતની 9 વર્ષની બાળકી રવિવારે સવારે નવેક વાગ્યાના સુમારે ચોકલેટ લેવા ગયા પછી પરત ન ફરતાં પોલીસ સ્ટેશનમાં અપહરણ થયાની શંકા સાથે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અપહરણ થયાની આશંકા સાથે સોમવારે સાંજે ફરિયાદ નોંધાવી

હિંમતનગર શહેરના મહાકાળી મંદિર રોડ ઉપર આવેલ શોભનાથ સોસાયટીમાં વાલાભાઇ દેસાઇના મકાનમાં ભાડેથી રહેતા મુકેશભાઇ થાનાભાઇ ભગોરા (મૂળ રહે.પાલ પાદર પીપળીફળો, તા.જિ.ડુંગરપુર) કડીયા કામનો ધંધો કરે છે. ગત રવિવાર 25મી સપ્ટેમ્બરે સવારે નવેક વાગ્યાના સુમારે તેમની દિકરી સોનલ (ઉ.વ.9) ગોળી-ચોકલેટ લેવા ગઇ હતી તે પરત ન ફરતાં આજુબાજુમાં તપાસ આદરી હતી. પરંતુ સોનલ ન મળી આવતા મુકેશભાઇ ભગોરાએ અપહરણ થયાની આશંકા સાથે સોમવારે સાંજે ફરિયાદ નોંધાવી હતી. પી.એસ.આઇ. એચ.આર.વાઘેલાએ બાળકીની શોધખોળ ચાલુ કરી છે.
અન્ય સમાચારો પણ છે...