તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રતનપુરમાં હાર્દિકનું ભવ્ય સ્વાગત, પાટીદારોએ લગાવ્યા 'જય સરદાર'નાં નારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ/હિંમતનગર/શામળાજી: રવિવારે પોલીસ કાફલો હાર્દિક પટેલને લઈને હિંમતનગર આવી શામળાજી નજીક રતનપુર પાસે ગુજરાતની સરહદ પર પહોંચ્યો હતો. રાજસ્થાનમાં પ્રવેશતી વખતે હાર્દિકે ગુજરાતને બાય બાય કહી છ મહિના બાદ ફરી મળવાનો વાયદો કર્યો હતો. રતનપુર ખાતે ટૂંકા રોકાણ દરમિયાન જણાવ્યુ હતું કે આ આંદોલનમાં સરકાર અને પાટીદારો વચ્ચે સમતુલા જળવાઇ રહે તેવા પ્રયાસ કરીશ. ઉલ્લેખનિય છે કે રવિવારે હાર્દિકના બે દિવસ ગુજરાતમાં પૂર્ણ થતા હોવાથી તેને બોર્ડર છોડી દેવાનો કોર્ટે આદેશ કર્યો હતો જેને લઇને પોલીસે તેને તેની જ ગાડીમાં હિંમતનગર રૂટ પરથી રાજસ્થાન ગુજરાતની હદ બહાર કરવા માટે વિરમગામથી સીધો જ અમદાવાદ, ગાંધીનગર થઈ હિંમતનગર, શામળાજીના માર્ગે ઉદયપુર તરફ લઈ જવાયો હતો.
જય સરદારના નારા લગાવી આંદોલનમાં જાણે કે જોમ પુર્યુ
50થી વધુ વાહનોના કાફલા સાથે ઉદેપુર જવા રવાના થયેલા હાર્દિકનું પાટીદારો દ્વારા સ્વાગત કરાયુ હતું. કાફલો સવારે 11 વાગ્યા પહેલા રતનપુર પાસે ગુજરાત અને રાજસ્થાનની સરહદે પહોંચ્યો હતો. સરહદ પર પાટીદારો દ્વારા સ્વાગત કરાયું હતું. પાટીદાર નેતાએ ગુજરાતને છ મહિના માટે બાય બાય કહીને રાજસ્થાનમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે અનેક પાટીદારોએ ઉપસ્થિત રહી જય સરદારના નારા લગાવી આંદોલનમાં જાણે કે જોમ પુર્યુ હોય તેવું જણાયુ હતું. હાઇકોર્ટે હાર્દિકને આપેલા શરતી જામીન મુજબ તેણે 17 જુલાઇ સવારના 11 વાગ્યા પહેલા ગુજરાત છોડી દેવાનું હતું. બીજી બાજુ હાર્દિકને આવકારવા રાજસ્થાનમાંથી પાટીદારો તેમજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય તુલસીરામ ડાંગી રતનપુર આવી પહોચ્યા હતા અને હાર્દિકનું સ્વાગત કર્યું હતું. આ સમયે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે જે લોકો અનામત માટે લડાઇ લડી રહ્યા છે તે બધાનો પણ સહકાર લઇશું.
પાટણ પાલનપુર જવાનો હતો અને રેલી કરવાનો હતો, પરંતુ સમયનો અભાવ હોવાથી ગુજરાત છોડવું પડ્યું
હાર્દિક આજે વહેલી સવારે મોરબીથી હળવદ ત્યારબાદ સુરેન્દ્રનગર થઈને સૌરાષ્ટ્ર છોડી ઉત્તર ગુજરાતમાં પ્રવેશવાનો હતો. બહુચરાજી ત્યારબાદ ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર, પાલનપુર થઈ 48 કલાક પૂરા થતાં ગુજરાત બહાર જવાનો હતો પરંતુ સમયના અભાવના લીધે સીધો શામળાજી બોર્ડર પહોંચ્યો હતો.
પાલનપુરમાં હાર્દિકની વીડિયો કોન્ફરન્સ થશે
પાલનપુર ખાતે રવિવારે હાર્દિક પટેલનું સ્વાગત થવાનું હતું. જો કે, તેને અમદાવાદથી સીધા જ રાજસ્થાન લઇ જવામાં આવતાં પાલનપુર આવ્યો ન હતો. જેના પગલે બનાસકાંઠા જિલ્લાના પાસના કાર્યકરોમાં ભારે રોષ ઉદ્દભવવા પામ્યો છે. હવે આગામી સમયમાં હાર્દિક પટેલ વિડીયો કોન્ફરન્સથી પાલનપુરની પ્રજાને સંબોધશે તેમ બનાસકાંઠા પાસના કન્વીનરે જણાવ્યું હતું. આ અંગે પાટીદાર અનામત આંદોલનના બનાસકાંઠાના કન્વીનર શિવરામભાઇ ફોસી તથા શૈલેષભાઇ જોષીએ જણાવ્યું હતું, ‘હાર્દિક પટેલને સુરત, અમદાવાદ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં અભૂતપૂર્વક આવકાર સાથે પ્રજા તેને આવકારવા ઉમટી પડી હતી. જેથી સરકાર આ લોકજુવાળ સામે ધ્રુજી જતા રવિવારે વિરમગામ ખાતે મોટા પોલીસ કાફલા સાથે હાર્દિક પટેલને પોલીસની નિગરાનીમાં પાટણ, સિદ્ધપુર અને પાલનપુરનો કાર્યક્રમ રદ કરાવી ગાંધીનગર માર્ગ દ્વારા હિમતનગર થઇ રાજસ્થાનમાં લઇ જવાયો છે. ગુજરાતમાં લોકશાહીનું ખૂન થઇ ગયું છે. પ્રજાને તે સામે પ્રચંડ આક્રોશ છે. હાર્દિક પટેલ આગામી દિવસોમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા સભા યોજી પાલનપુરની પ્રજાને સંબોધશે.’

આગળની સ્લાઇડ્સમાં વાંચોઃ હાર્દિકને ઉત્તર ગુજરાતમાં આવતો અટકાવાતાં પાટીદારોમાં ભારે રોષ, નિરાશા છતાં પાટીદારોની રેલી નિયત સ્વરૂપે નીકળી


આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો