તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં તસ્કરો બેફામ: એક રાતમાં ચાર સ્થળે, તલોદમાં ધોળા દહાડે ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર/ ઇડર/ તલોદ: જિલ્લામાં તસ્કરો બેફામ બની ઘરફોડ ચોરીઓ અને વાહનચોરીના બનાવોને અંજામ આપી રહ્યા છે. બુધ-ગુરુની રાત્રિ દરમિયાન ઇડર શહેર સહિત તાલુકામાં તસ્કરોએ ટ્રેક્ટર બાઇક ચોરી સહિત ચાર જગ્યાએ કુલ સાડા ત્રણ લાખની મતાની ચોરી કરી હતી. જ્યારે તલોદમાં ગુરૂવારે ધોળા દહાડે એક મકાનમાંથી રૂ.44 હજારની મતાની ચોરી થવા પામી હતી. પોલીસે ઇડરમાં ચારેય બનાવની અને તલોદના એક બનાવની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 

ઘરનો માલ-સામાન વેર વિખેર કરી નાખ્યો

ઇડરના સગરવાડામાં રહેતા દીપ રાજુભાઇ પંચાલના બંધ મકાનમાં બુધ-ગુરુવારની રાત્રિ દરમિયાન તસ્કરોએ તાળુ તોડી તિજોરીના ડ્રોઅરમાંથી સોના ચાંદીના રૂ.73 હજારના દાગીના અને રૂ.5 હજાર રોકડાની ચોરી કરી હતી. ત્યારબાદ હીરાબેન કાન્તીભાઇ પંચાલના મકાનનુ તાળુ તોડીને રૂ.6,000 રોકડા અને રૂ.2,000ની મૂર્તીની ચોરી કરી હતી અને હૂસેનભાઇ મણીયારના ઘર આગળથી બાઇક (નં જી.જે-9-એ.પી.8977)ની ચોરી કરી હતી. પોલીસે દીપ રાજુભાઇ પંચાલની ફરિયાદમાં જ ત્રણેય બનાવનો સમાવેશ કરી કુલ રૂ. 98 હજારની મતાની ચોરી થવા અંતર્ગત ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય કિસ્સામાં ઇડર તાલુકાના ચોટાસણ ગામમાં સતાધાર કુવા ઉપરથી 12 જુલાઇ 2017ના રોજ રાત્રિ દરામિયાન રેવાભાઇ કેશાભાઇ પટેલનુ ટ્રેક્ટર (નંજી.જે-08-પી5291)ની ચોરી થઇ જતાં ઇડર પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી હતી. અન્ય બનાવમાં ગુરુવારે તલોદ શહેરની શિવમ સોસાયટીમાં રહેતા મિતુલભાઇ અમૃતભાઇ પ્રજાપતિ અને તેમના પત્ની શાળામાં નોકરીએ ગયા હતા અને દિકરો શાળામાં ગયો હતો.
 
આગળની સ્લાઇડ્સમાં વધુ વાંચો....
અન્ય સમાચારો પણ છે...