તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોડકંપામાં માદા રીંછ 2 બચ્ચા સાથે દેખાતા વન વિભાગે પાંજરા મુક્યાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇડર:  ઇડરના મુડેટી ગામ પાસે જોડકંપામાં બે દિવસ અગાઉ પશુપાલકને રીંછે હુમલો કરી ઘાયલ કરતાં વન તંત્ર સફાળુ જાગી ગયુ હતું અને ત્રણ પાંજરા મૂકી એકંદરે સંતોષ માની લીધો છે પરંતુ રીંછ પરિવારે જોડકંપામાં ધામા નાખતા  લોકોમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતાની ઘટનાની શાહી સૂકાઇ નથી એટલામાં સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં રીંછ પરીવાર પંથકને ઘમરોળી રહ્યુ છે ત્યારે વન વિભાગ દ્વારા વધુ સતર્કતા દાખવવામાં આવે તે જરૂરી બની રહ્યુ છે.

ઇડર તાલુકાના મુડેટી નજીક આવેલા જોડકંપામાં આધેડ પશુપાલક કમજીભાઇ કટારા બે દિવસ અગાઉ દૂધ લઇને જઇ રહ્યા હતા તે દરમિયાન અચાનક રીંછ તેમની ઉપર તૂટી પડયુ હતું અને જીવલેણ હુમલો કર્યો હતો. તેમને છાતીના, માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા પહેલા ભિલોડા કોટેજ હોસ્પિટલ અને ત્યારબાદ અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. રીંછના એકાએક હુમલા અને ઇજાઓને કારણે તેઓ બેભાન થઇ ગયા હતા. બે દિવસની સારવાર બાદ મંગળવારે ઘેર પરત ફર્યા હતા.

રીંછના હુમલાની ઘટનાને પગલે વન તંત્ર હરકતમાં આવી ગયુ છે અને જોડકંપામાં રીંછના વસવાટની સંભાવનાની આસપાસના ત્રણ સ્થળોએ પાંજરા મૂકયા છે અને વન કર્મીઓની ખાસ નિયુકિત કરીને રીંછને શોધવા તજવીજ હાથ ધરી છે. ત્રણ-ત્રણ દિવસ સુધી રીંછ પક્કડમાં ન આવતા લોકો થર થર કાંપી રહ્યા છે. નોંધનીય છે કે બનાસકાંઠામાં એક જ રીંછ હતું અહીં રીંછનો આખોયે પરીવાર વિહાર કરી રહ્યો છે.

રીંછને પકડી દુર મુકી આવવા તજવીજ
વિસ્તારમાં ચીકુ, દાડમ, કેળાની વાડીઓ હોવાથી રીંછ નિયમિત રીતે આવે છે. હુમલાની ઘટના બાદ વન કર્મીઓની નિયુકિત કરવામાં આવી છે અને રીંછને પકડીને દૂર મૂકી આવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. >  જી.એ.બ્રહ્મભટ્ટ,ડી.સી.એફ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો