તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાનેરામાં વીજકર્મીના ઘરે ACBનો દરોડો, પાટણમાં 3 તબીબોને ત્યાં ITનું સર્ચ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(ધાનેરામાં વીજ કંપનીના કર્મચારીના ઘરે એસીબીનું સર્ચ ઓપરેશન હાથ ધરાયાની ઘટના શહેરીજનોમાં ભારે ચર્ચામાં રહી હતી.)
ધાનેરા/પાટણ​:ધાનેરામાં યુજીવીસીએલના લાઇન ઇન્સ્પેક્ટરના ઘરે શુક્રવારે સવારથી જ ભુજ એસીબીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં બેંકમાં પણ તપાસ હાથ ધરાયા બાદ કંઇ જ મળતાં એસીબીની ટીમ પરત ફરી હતી. તો પાટણ શહેરના બે તબીબોનેઆયકર વિભાગની ટીમે સર્ચ હાથ ધર્યુ હતું.
દર-દાગીના મળી કુલ રૂ. 2,54,000ના દાગીના કાયદેસરના મળ્યા
યુજીવીસીએલમાં લાઇન ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતાં ફરસુભાઇ લક્ષ્મણભાઇ માળીને ત્યાં ફરિયાદના આધારે શુક્રવારે વહેલી સવારથી જ ભુજ એસીબીના પીઆઇ બી.જે. ચૌધરી તથા ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સરકારી પંચો, મહિલા પોલીસની પણ મદદ લેવાઇ હતી. જે સમયે ફરસુભાઇ માળી હાજર ન હોઇ તેમને ટેલીફોનીક સંપર્ક કરીને બોલાવી લઇ તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન તમામ દર-દાગીના મળી કુલ રૂ. 2,54,000ના દાગીના કાયદેસરના મળ્યા હતા. જ્યારે બેંકના લોકરમાં તપાસ કરતાં લોકર પણ ખાલી મળી આવ્યા હતા. એસીબી પીઆઇ બી.જે. ચૌધરીએ જણાવ્યું કે, ‘સર્ચ તપાસમાં કંઇ જ બેનામી મિલકત મળી આવી નથી.’
પાટણમાં 3 તબીબોને ત્યાં આઇટીનું સર્ચ
પાટણ. શહેરના બસ સ્ટેશન સામે રેડીયોલોજીસ્ટ ર્ડા.ધવલ શાહ અને ર્ડા.મનીષ પટેલના સંસ્કાર એક્સરે એન્ડ સોનોગ્રાફી ક્લીનીક તેમજ રાજમહેલ રોડ પર વિશ્વાસ કોમ્પ્લેક્ષમાં બાળરોગ ર્ડા.બકુલ પટેલના નિકેતા ચિલ્ડ્રનહોમમાં આયકર વિભાગની ટીમે આવક જાવકના હિસાબોનું કલાકો સુધી સર્ચ હાથ ધર્યુ હતું. જેમાં પાટણ, અમદાવાદની સંયુક્ત ટીમ દ્વારા મોડે સુધી હોસ્પિટલમાં પૂછતાછ સાથે નાણાકીય હિસાબોની તપાસ ચાલુ રહી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો