તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીકરીનો જન્મ દિવસની ઊજવણી બહેરા-મૂંગા શાળાના બાળકો સાથે કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડા:  ભિલોડાના ભરતભાઈ અને મીનાબેન પ્રજાપતિની એક વર્ષની દીકરી કાવ્યાનો જન્મ દિવસ હોટેલોમાં નહિ પણ નવભવનાથની બહેરા મૂંગા શાળાના બાળકો સાથે ઉજવી તેમની સાથે ભોજન લઇ જન્મ દિવસની કેક, સુશોભન કરી ઊજવણી કરી હતી. માતા પિતા તથા કાવ્યાનો ભાઈ ભવ્ય સહિત પરિવારજનોએ એક વર્ષની દીકરીનો જન્મ દિવસની ઉજવણી બહેરા મૂંગા શાળાના બાળકો સાથે ઉજવી સમાજમાં એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.  કાવ્યાના જન્મદિવસની ઉજવણીમાં  બહેરા મૂંગા શાળાના બાળકો આનંદ થી ઝૂમી ઉઠ્યા હતા.
 
અન્ય સમાચારો પણ છે...