અરવલ્લીમાં માવઠાથી 155 ઇંટવાડા અને 35 ચિમની ભઠ્ઠાઅોને નુકસાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડાસા: અરવલ્લી જિલ્લામાં સતત બે દિવસ પડેલા માવઠાંએ ખેતીના પાકોનો સાંથ વાળ્યો છે. જ્યારે વરસાદી વાતાવરણથી સાૈથી વધુ અસર જિલ્લાના ઇંટ ઉદ્યોગ ઉપર પડી છે. માંડ માંડ ઇંટ ઉત્પાદકોએ એક મહિના અગાઉ કાચી ઇંટો બનાવવાનું શરૂ કર્યુ઼ હતું.  ત્યારે અચાનક પડેલા વરસાદથી કાચી ઇંટો પર તેની વિપરીત અસર પડતાં અંદાજે જિલ્લામાં ઇંટ ઉદ્યોગને નુકસાની થઇ હોવાનું જાણીતા ઇંટ ઉત્પાદક મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું.  


અરવલ્લીમાં 35 જેટલા ચિમની ભઠ્ઠા અસ્તિત્વમાં આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધી મોટાભાગના ઇંટ ઉત્પાદકો સાદા ઇંટવાડા દ્વારા ઇંટ ઉત્પાદન કરી રહ્યા છે. પરંતુ હમણાં થોડા સમયથી પરપ્રાંતિય અને જિલ્લા બહારના લોકો ઇંટ ઉદ્યોગ માટે જિલ્લામાં ધામા નાંખતા ટોપની માફક 155 જેટલા ઇંટવાડા ખડકાઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે.  


ઇંટ ઉત્પાદકોએ ચોમાસાની સિઝન પૂર્ણ થયા બાદ એક મહિના અગાઉ જ ઇંટો પડાવવાનું શરૂ કરતાં રાજસ્થાન અને પંચમહાલ જિલ્લાના તેમજ ઉત્તર પ્રદેશના ઇંટો પાડવાના ધંધા સાથે સંકળાયેલા શ્રમિકોએ જથ્થાબંધ ઇંટો પાડી હતી અને ઇંટ ઉત્પાદકો ઇંટો ખડકવાની શરૂઆત કરે તે પહેલાં જ અચાનક જિલ્લામાં સતત બે દિવસ વરસાદ પડતાં કાચી ઇંટો ઓગળી જવાની સાથે ફાટી ગઇ છે. પરિણામે કરોડોની સંખ્યામાં ઇંટો ફેલ જતાં જિલ્લામાં ઇંટ ઉત્પાદકોને લાખ્ખો રૂપિયાની નુકસાની ભોગવવાની આવતાં આધારબૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે

 

અન્ય સમાચારો પણ છે...