તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસામાં અજંપાભરી સ્થિતિ, દુકાનો બંધ, લોકો રસ્તા પર ઉતરી આવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસા: ગુજરાત બંધના એલાન દરમ્યાન મોડાસા ખાતે દલીત સમાજ દ્વારા રેલી યોજાઇ હતી. આ રેલીમાં ભળેલા કેટલાક અસમાજિક તત્વોએ દુકાનો બંધ કરાવવાના બહાને તોડફોડ મચાવી ગુનાહિત ઇરાદા સાથે વેપારીઓને ક્રૂરતાપૂર્વક માર મારતાં જ પંથકમાં તંગદીલી ફેલાઇ હતી.આતંકી ઘટનાને વખોડવા અપાયેલા મોડાસા બંધના એલાનમાં ગુરૂવારના રોજ મોડાસા સજજડ બંધ રહ્યું હતું. જયારે પ્રજામાં વિશ્વાસનું વાતાવરણ ઉભું થાય તેવી માંગ સાથે આવેદનપત્ર અપાયું હતું.
સમસ્ત ગુજરાત બંધના એલાન દરમ્યાન બુધવારના રોજ મોડાસામાં દલીત અગ્રણીઓ દ્વારા શાંતી રેલીનું આયોજન કરાયું હતું. ઉનાના સમઢીયાળામાં દલીત યુવાનો સાથે કરાયેલ ક્રૂરતાભર્યા કાર્યના વિરોધમાં કસુરવારો ને ઝડપી કડક કાર્યવાહી હાથ ધરવા અને દલીતો ને ન્યાય અપાવવાની માંગ આ રેલી દ્વારા કરાઇ હતી. પરંતુ મોડાસાના બજારો બંધ કરાવવા અને દુકાનોમાં તોડફોડ કરીને એક ટોળાએ આતંક મચાવ્યો હતો. અને તેમની આવી પ્રવૃત્તીઓનો વિરોધ કરતા વેપારીઓને આ ટોળામાંના અસામાજિક તત્વોએ ઇરાદાપૂર્વક માર મારતાં ગંભીર રીતે ઘવાયેલા બે વેપારીઓ સહિત ત્રણ વ્યકિતઓને હોસ્પીટલ ખસેડવાનો વારો આવ્યો હતો.
ખેડૂતોએ યાર્ડમાં માલ વેચવા આવવાનું જ ટાળ્યું

આતંક અને ધાડ લૂંટના આ બનાવોના વિરોધમાં જુદા જુદા વેપારી એશોશીયેશનો દ્વારા મોડાસા બંધનું એલાન અપાયું હતું. ગુરૂવારના રોજ નગરજનોએ સ્વયંભૂ બંધ પાળતાં વહેલી સવારથી નગરની શાળા, કોલેજો, સસ્થાઓના કાર્યાલયો સહિત ચાની કીટલીથી માંડી શાકભાજીની લારીઓ સહિત તમામ દુકાનો વેપારીઓ દ્વારા બંધ રખાઇ હતી. ખેડૂતોએ યાર્ડમાં માલ વેચવા આવવાનું જ ટાળ્યું હતું. તો વેપારીઓ પણ ધંધા રોજગાર બંધ રાખી આ બંધમાં જોડાયા હતા. જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત હિન્દુ-મુસ્લીમ વેપારીઓ રેલીમાં જોડાયા હતા. રેલી બાદ વેપારી અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી લોકોમાં વિશ્વાસનું વાતાવરણ ઉભું થાય તેવા પગલાં ભરવા, વેપારીઓ ઉપર કરાયેલ ખોટી ફરીયાદ રદ કરી લુખ્ખા તત્વો સામે કાયદેસરના પગલાં ભરવા માંગ કરાઇ હતી.
જિલ્લા ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીએ આતંકી ઘટનાને વખોડી આવેદનપત્ર આપ્યું
અરવલ્લી જીલ્લા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ કનુભાઇ પટેલ, પંકજભાઇ બુટાલા સહિતના અગ્રણીઓએ મોડાસામાં વેપારીઓ ઉપર કરાયેલા હુમલાની આતંકી ઘટનાને વખોડી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં ઉનાની ઘટનાને વખોડી કસૂરવાર ગુનેગારોને તેમજ મોડાસામાં વેપારીઓને માર મારી આતંક ફેલાવતા લુખ્ખા તત્વોને સખ્ત સજાની માંગ કરાઇ હતી. ફરી કોઇવાર નિર્દોષ વહેપારીને સહન કરવાનો વારો ન આવે તેવી સ્થિતિ પોલીસ વિભાગ દ્વારા નિર્માણ થાય તેવી કલેકટરને અપીલ કરાઇ હતી.
આગળની સ્લાઇડમાં વાંચો,હુમલામાં ઘવાયેલા મોડાસાના વેપારીને ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો