તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસાનાં પરીક્ષા કેન્દ્રમાં સામૂહિક ચોરીની વાતો વહેતી થતાં તપાસ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસા:  મોડાસાના એક પરીક્ષા કેન્દ્રમાં ગત શનીવારે યોજાયેલ ધોરણ-12 ની ભૂગોળ વિષયની પરીક્ષાના એક ખંડમાં સામૂહિક ચોરી આચરાઇ હોવાના સમાચાર સોશીયલ મીડીયા ઉપર વાયરલ થતાં જ આ કથિત ચોરી પ્રકરણે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ન્યૂ લીપ ઇન્ટરનેશનલ સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં તપાસ કરાઇ હતી.
 
હાલ ધોરણ-10 અને 12 ની બોર્ડ પરીક્ષા સમગ્ર રાજ્યમાં હાથ ધરાઇ છે. અરવલ્લી જિલ્લાના 36 કેન્દ્રોના 1219 બ્લોકમાં આ બોર્ડ પરીક્ષાઓ યોજાઇ રહી છે. ત્યારે ન્યૂ લીપ ઇન્ટરનેશનલ શાળાના બ્લોક નં.17 માં શનિવારે લેવાયેલા ધોરણ-12 ભૂગોળ વિષયની પરીક્ષામાં ખંડ નિરીક્ષકની હાજરીમાં જ કેટલાક લોકો દ્વારા સામુહિક ચોરી કરાવાઇ હોવાના સમાચાર પંથકમાં વાયરલ થયા હતા. સોશીયલ મીડીયા ઉપર વાયરલ થયેલા આ સમાચારના પગલે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સોમવારના રોજ જરૂરી તપાસના આદેશ કરાયા હતા. 

જિલ્લા શિક્ષણાધિકારી એ.પી.ઝાલા દ્વારા કરાયેલા આદેશ બાદ ઝોનલ અધિકારી જીજ્ઞેશભાઇ સહિતની ટીમ શંકાના દાયરામાં આવતા ખાનગી શાળાના પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી હતી અને આ કેન્દ્રના સીસીટીવી ફૂટેજ, ખંડનીરીક્ષક અને સંવાહકના નિવેદનો અને ફરજ ઉપરના પોલીસ સ્ટાફના જવાબો મેળવ્યા હતા.

જિલ્લાના શિક્ષણાધિકારી એ.પી.ઝાલાએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે, ધોરણ 12ના ભુગોળ વિષયની પરીક્ષામાં જે કેન્દ્રમાં 17 નંબરનો બ્લોક હતો. તેવી ન્યુ લીપ ઇન્ટરનેરનલ સ્કૂલ ખાતેના પરીક્ષા ઝોનલ અધિકારી સહિતની ટીમ મોકલવામાં આવી હતી. અને આ બ્લોકના સીસીટીવી ફુટેજ, ખંડ નિરીક્ષક અને સંવાહક તેમજ ફરજ ઉપર પોલીસ સ્ટાફના નિવેદનો મેળવાતા કથિત સામુહિક ચોરી જેવી ઘટના બની હોવાની વાતમાં કંઇ તથ્ય જણાયુ નથી.
 
બારીમાંથી કે રૂમના ખૂણામાંથી ચોરીની ચર્ચા
વાયરલ થયેલા મેસેજમાં બે ઇસમો પરીક્ષા ખંડની બારીમાંથી કેટલાક વિદ્યાર્થીઓને જવાબ લખાવતા હોવાનું એ પછી આ બે ઇસમો સીસીટીવી કેમેરાથી બચી રુમમાં આવી જવાબ લખાવતા હોવાનું જણાવ્યું છે. પરંતુ તપાસ દરમિયાન બ્લોક નં.17 ના પરીક્ષાખંડની બારી બહાર 6 ફુટ ઉંડો ખાડો હોવાનું અને સીસીટીવી ફુટેજમાં આ પરીક્ષા ખંડની અંદર જતા કે બહાર આવતા બહારના કોઇ વ્યકિતના ફુટેજ મળ્યા નથી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો