ભિલોડાના પાલ્લા ગામના કોન્ટ્રાક્ટરની હત્યા કરી લાશ પ્રાંતિજનાપોગલુ પાસે ફેંકી દીધી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ : પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામના પાટિયા પાસેથી ભિલોડા તાલુકાના પાલ્લા ગામના કોન્ટ્રાક્ટર યુવાનની માથાના ભાગે ધારિયાના ત્રણ ઘા મારી હત્યા કરી ફેંકી દીધેલી હાલતમાં લાશ શુક્રવારે સવારે મળી આવી હતી. ઘટના બાદ પ્રાંતિજ પોલીસે હાથ ધરેલી તપાસમાં ઘટના સ્થળેથી એક બિનવારસી કાર અને લોહીના ડાઘાવાળું ધારિયું મળી આવ્યું હતું.
Paragraph Filter
- મૃતક પાલ્લા ગામનો વતની, માથામાં ધારિયાના ત્રણ ઘા ઝીંકી પતાવી દીધો, કાર બિનવારસી મળી

હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે નં.8 પર પોગલુ ગામના પાટિયા પાસે રોડની સાઇડમાં 34 વર્ષના યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં પ્રાંતિજ પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતકના માથાના પાછળના ભાગે ધારિયાના ત્રણ ઘા મારતાં લોહી વહી જવાને કારણે મોત થયાનું માલુમ પડ્યું હતું. જ્યારે ઘટના સ્થળની નજીક રોડ પાસેથી કાર (જીજે 09 બીબી 1257) મળી આવી હતી. જેના આધારે પાલ્લા ગામે જાણ કરાતાં મૃતકના કાકા મોહનભાઇ પંચાલ સહિત પરિવારજનો અત્રે દોી આવ્યા હતા અને તેમણે મૃતક ભિલોડા તાલુકાના પાલ્લા ગામનો પ્રવિણભાઇ સોમાભાઇ પંચાલ (34) હોવાની ઓળખ કરી હતી.
પોલીસે કારમાંથી મળી આવેલું લોહીવાળુ લોખંડનું ધારિયું અને એક થેલો કબજે લીધો હતો. પાલ્લા ગામના મોહનભાઇ શંકરભાઇ પંચાલની ફરિયાદ આધારે પ્રાંતિજ પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તેનો ભેદ ઉકેલવા મથામણ આદરી હતી.
આગળ વાંચો :હત્યાનું ઘૂંટાતું રહસ્ય,પ્રવિણભાઇ સાથે આવેલો શખ્સ કોણ
અન્ય સમાચારો પણ છે...