તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાયડ બેઠક પર ધવલસિંહને ટેલીફોન પર જાણ કરાતાં કોંગ્રેસ કાર્યકરોનો વિરોધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડાસા: બાયડ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે પાયાના કાર્યકરોની અવગણના કરી બાયડ બેઠક માટે ઠાકોર સેનાના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય નરેન્દ્રસિંહ ઝાલાના પુત્ર ધવલસિંહ ઝાલાના નામની ટેલીફોન દ્વારા જાહેરાત કરતાં બાયડ અને માલપુર તાલુકાના પીઠ કોંગી કાર્યકરોમાં ભડકો થયો છે અને મૂળ ઉપરોકત ઉમેદવારને આયાતી ગણાવી કાર્યકરોએ તેનો સખ્ત શબ્દોમાં  વિરોધ નોંધાવ્યો હતો. 
 

રવિવારે કોંગ્રેસ હાઇકમાન્ડે બાયડ વિધાન સભા બેઠક માટે પૂર્વ ધારાસભ્ય નરેન્દ્રસિંહ ઝાલાના પુત્ર અનેે ઠાકોર સેનાના આગેવાન ધવલસિંહ ઝાલા ઉપર ટેલીફોનીક સંપર્ક દ્વારા પસંદગી ઉતરાઇ હોવાનું જાણવા મળતા બાયડ અને સાઠંબા ખાતે કોંગ્રેસના પીઠ કોંગી કાર્યકરો એકઠા થયા હતા.  માલપુર તાલુકાના પીઠ કોંગીકાર્યકરો પણ ધવલસિંહ ઝાલાનો વિરોધ કરવા બાયડ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. પીઠ કોંગી કાર્યકર માનવેન્દ્રસિંહ સોલંકીના નિવાસ સ્થાને ઉમટી પડયા હતા.

 

ધવલસિંહ ઝાલાના નામનો હુરિયો  બોલાવ્યો હતો. કોંગી કાર્યકરોએ કરેલી લેખીત રજૂઆતમાં જણાવ્યું કે, ધવલસિંહ ઝાલા મૂળ ભાજપના કાર્યકર હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે અમદાવાદ ખાતે રહેતા આયાતી ઉમેદવારને ટિકિટ અાપી છે અને માલપુર તેમજ બાયડના પીઠ પાયાના વફાદાર કોંગી અગ્રણી  કાર્યકરોની અવગણના કરી છે. એવી પણ ચિમકી આપી કે, આ અંગે પાર્ટી નહિ વિચારે તો પાર્ટીને ભોગવવું પડશે. ફોટો - બાયડ વિધાન સભા બેઠક માટે ધવલસિંહ ઝાલાનું નામ બહાર આવતાં જ કાર્યકરોમાં વિરોધનો  વંટોળ શરૂ થયો હતો. 

અન્ય સમાચારો પણ છે...