બોમ્બની ધમકી આપનારા 2ની પૂછપરછ માટે સેન્ટ્રલ આઇબી હિંમતનગર આવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર: ગત 2જી તારીખે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં બોમ્બ મૂકયાનો રાત્રે ત્રણ વાગ્યે ધમકી ભર્યો ફોન આવવાના પ્રકરણમાં સાબરકાંઠા એસઓજીએ 2 શકમંદોને મુંબઇથી પકડી લાવવાના પ્રકરણમાં સેન્ટ્રલની ગુપ્તચર તપાસ એજન્સીઓમાં પણ સળવળાટ શરૂ થઇ ગયો છે અને બંને શખસોની કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા પણ પૂછપરછ કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

ધમકી ભર્યો ફોન આવ્યા બાદ તપાસમાં કશુ ન મળી આવ્યું

ધમકી ભર્યો ફોન આવ્યા બાદ તપાસમાં કશુ ન મળી આવ્યું હોવા છતાં સાબરકાંઠા એસપી પ્રવીણ માલે ફેક કોલ માનવાને બદલે સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લઇને એસઓજીને ત્વરિત તપાસ હાથ ધરવા સૂચના આપી હતી. એસઓજી પીઆઇ વી.આર. ચાવડાએ પીએસઆઇ એસ.એન. પરમારે મૂળ ઉત્તરપ્રદેશના પરંતુ મુંબઇના ગોવંડીના બેંગનવાડી વિસ્તારમાં મોબાઇલ સીમકાર્ડના વ્યવસાય સાથે સંકળાયેલા સાહીદજમાલ માલુદ્દીન ઇરાકી (રહે.સંજીવની હાઉસીંગ પીએમજીપી કોલોની માનખુર્દ, મુંબઇ) તથા મો.ઝાહીદ મો.મકસુદખાન (રહે.રામ નમામાનગર ઝૂંપડા નં.116/3 બૈગનવાડી, ગોવંડી શિવાજીનગર, મુંબઇ)ને ઝડપી પાડયા હતા.

ટૂંક સમયમાં બંનેની પૂછપરછ પણ કરાશે

તાજેતરમાં આઇએસઆઇએસનો પગપેસારો થઇ ચૂકયાનો અનુભવ થયા બાદ આઇએસના એલોન વુલ્ફ પ્રેકટીસ અને નવી પધ્ધતિને ધ્યાનમાં રાખી કેન્દ્રીય ગુપ્તચર તપાસ એજન્સીઓમાં પણ સળવળાટ શરૂ થઇ ગયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સેન્ટ્રલ આઇબીને જાણ પણ કરી દેવાઇ છે અને ટૂંક સમયમાં બંનેની પૂછપરછ પણ કરાશે. નોંધનીય છે કે, બંને ઇસમો રીઢા છે અને હજુ સુધી ફોન કેમ કર્યો, હિંમતનગર જ કેમ પસંદ કર્યુ, યુપીના વતની અને મુંબઇમાં રહેતા હોવા છતાં હોસ્પિટલના નંબર કેવી રીતે મેળવ્યો વગેરે બાબતોનો હજુ સુધી ઉત્તર મળ્યો નથી. 
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, બંને જણા પોલીસની પકડમાં કેવી રીતે આવ્યા...
અન્ય સમાચારો પણ છે...