પ્રાંતિજ નજીક કારમાં આગ, ચાલકનો આબાદ બચાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ: પ્રાંતિજ નજીક હિંમતનગર તરફથી આવતી કારમાં કોઇ કારણોસર ચાલુ કારમાં આગ લાગતાં કાર ચાલક કૌશલભાઇ નટવરભાઈ પ્રિયદર્શી કારમાં આગ લાગતાં તરત જ કારને રોડની વચ્ચે ઉભી કરીને ઉતરી ગયાં હતાં. તેઓ હિંમતનગરથી ગાંધીનગર ખાતે જઇ રહ્યાં હતા. જયારે કારમાં લાગેલ આગને પગલે નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક પણ જામ થયો હતો અને પ્રાંતિજ પોલિસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. 

પ્રાંતિજ નગરપાલિકા ફાયર બ્રિગેડે મુકેશભાઇ, ગોપાલભાઈને આગના સમાચાર મળતાં તેવો પણ તાત્કાલિક તેમની ટીમ સાથે  ઘટના સ્થળે દોડી આવી કારમાં લાગેલ આગને કાબુમાં લીધી હતી. જયારે આગ એટલી ભયંકર હતી કે જોત જોતામાં કાર બળીને ભથ્થું થઇ ગઇ હતી.
અન્ય સમાચારો પણ છે...