તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોડાસા ચાર રસ્તા પર વિરોધ પ્રદર્શન કરીને આતંકવાદીના પૂતળાનું દહન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા: જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓએ ગુજરાતના અમરનાથ યાત્રિકો પર સોમવાર રાત્રિના 8:10 વાગ્યાના સુમાારે લકઝરી બસ પર આતંકવાદી હુમલો કરી આડેધડ ગોળીબાર કરાતાં ગુજરાતના સાત યાત્રિકોના મોત નિપજતાં સમગ્ર દેશ અને ગુજરાતીઓમાં આતંકવાદી ઘટના સામે ઉગ્ર રોષ ફાટી નિકળ્યો હતો. અને તેના પડઘા ઠેર ઠેર પડી રહ્યા છે.
મોડાસા, ચાર રસ્તા નજીક મંગળવારે 4 વાગ્યાના સુમારે વી.એચ.પી., બજરંગદળ અને દૂર્ગાવાહીની દ્વારા આતંકવાદી પૂતળાનું દહન કરી શ્રીનગર નજીક અનંતનાગમાં થયેલા ટ્રાવેલ્સ બસ પર સોમવારે રાત્રીએ થયેલા આતંકવાદી હુમલામાં 7 ગુજરાતીઓના મોત નિપજતાં અને આતંકવાદી હુમલાનો સખ્ત શબ્દોમાં નિંદા કરી સરકારને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરીને જવાબ અપવાની ઉગ્ર માંગ કરી હતી.

પૂતળાનું દહન કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ્દ ના અધ્યક્ષ રામભાઇ પટેલ, કીરીટ શાહ,મહેશભાઇ ભાવસાર, સહમંત્રી કનુભાઇ પટેલ, વી.એચ.પી. શહેરના પ્રમુખ હિતેશ દોશી, બજરંગ દળના સંયોજક પ્રિયંક પટેલ અને દૂર્ગાવાહીનીની લિનાબેન પટેલ,કાન્તાબેન પટેલ,સોનલબેન પટેલ, સહિત ત્રણેય હિન્દુ સંસ્થાઓના કાર્યકરો અને અગ્રણીઓ હાજર  રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...