હિંમતનગરની હોસ્પિટલમાં બોમ્બ મૂક્યાની ધમકી આપનાર બે ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર: હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં  બોમ્બ મૂકયાની ધમકી આપનાર બે શંકાસ્પદ શખ્સોને સાબરકાંઠા એસ.ઓ.જી.એ મુંબઇ પહોંચી ટ્રેસ કરેલા લોકેશન ઉપર ત્રણ દિવસ વોચ ગોઠવી દબોચી લીધા હતા અને ઉત્તર પ્રદેશના આ બંને શખ્સોને હિંમતનગર લાવી માહિતી મેળવવા બંનેના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
 
બંનેએ ખોટા ડોકયુમેન્ટ રજૂ કરી સીમકાર્ડ મેળવવા બદલ અટકાયત કરાઇ હતી.ઉત્તરપ્રદેશના બંને શખ્સોની અટકાયત બાદ સાબરકાંઠા એલસીબીને મોટી સફળતા મળી છે. બંને હાર્ડકોર ક્રીમીનલની કેટેગરીમાં આવે તેવા છે અને હજુ સુધી મગનું નામ મરી પાડયુ નથી. શુક્રવારે સાંજે બંનેને કોર્ટમાં રજૂ કરી પોલીસે રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

ગુનો દાખલ કર્યો
ઉત્તરપ્રદેશના બે શખસોને મુંબઇથી ઝડપી પાડી બોગસ ડોક્યુમેન્ટને આધારે ડમી સીમકાર્ડ મેળવી ઉપયોગ કરવા બદલ ગુનો દાખલ કરી ફોન કરવા પાછળનો આશય સહિતની વિગત મેળવવા તપાસ હાથ ધરાઇ છે. > પ્રવિણ.એલ.માલ, (એસપી-સાબરકાંઠા)

શખસોના નામ
 > શાહીદ જમાલ જમાલુદ્દિન ઇરાકી (રહે.કાનપુર ઉત્તરપ્રદેશ) 
> મોહંમદ જાહીદ મકસૂદ ખાન (રહે.જૈાનપુર ઉત્તરપ્રદેશ)
અન્ય સમાચારો પણ છે...