તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાભર પોલીસ આપઘાત કેસ: બે કોન્સ્ટેબલની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાભર:ભાભર પોલીસ મથકના કર્મચારીના અપમૃત્યુ કેસમાં એલ.સી.બી.એ ગુરૂવારે બે પોલીસ કર્મીઓની ધરપકડ કરવામાં આવી હતી. મૃતકના ભાઇ દ્વારા અગાઉ બંને પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરવામાં આવી હતી.જેને લઈ બંનેને બદલી પણ કરાઈ હતી.ભાભર પોલીસ મથકના કર્મી નાગજીજી સ્વરૂપજી ઠાકોરે 15 દિવસ અગાઉ 6 રાજકારણીઓ બુટલગર તેમજ પી.એસ.આઇ.ના ત્રાસથી રેલવે નીચે પડતુ મૂકી આપઘાત કર્યો હતો.
ભાભર નગરપાલિકા પ્રમુખ, પૂર્વ પ્રમુખની જામીન અરજી કોર્ટે નામંજુર કરી
આ અંગેની સ્યુસાઇડ નોટમાં આઠ આરોપીઓના નામનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં પોલીસે એક બુટલેગરની અટકાયત કરી છે જ્યારે ભાભર નગરપાલિકા પ્રમુખ, પૂર્વ પ્રમુખની જામીન અરજી કોર્ટે નામંજુર કરી છે. બીજી તરફ આ ગૂનામાં ભાભર પોલીસ મથકના કોન્સ્ટેબલ અશોક ચૌધરી અને ધર્મેન્દ્ર વાઘેલા વિરૂધ્ધમાં મૃતકમાં ભાઇએ દિનેશભાઇ ઠાકોરે જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી હતી.
અંબાજી અને હડાદ ખાતે બદલી કરવામાં આપી હતી
આથી બંનેની અંબાજી અને હડાદ ખાતે બદલી કરવામાં આપી હતી. જેમાં તપાસના અંતે એલ.સી.બી. એ ગુરૂવારે બંને કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા પણ આ ગૂનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવાની માંગણી કરવામાં આવી છે. જેમાં ભાદરવી પૂનમ બાદ રેલી સહિતના કાર્યક્રમો થનાર હોવાનું બનાસકાંઠા પ્રમુખ મેલાજી ઠાકોરે જણાવ્યુ હતું.
અન્ય સમાચારો પણ છે...