તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નરસિંહપુરામાં અચાનક ખાળકૂવામાં પડી ગયેલી મહિલાને બચાવી લેવાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(નરસિંહપુરા ગામે ખાળકૂવામાં પડી ગયેલ મહિલાને ફાયરબ્રિગેડના જવાનોએ સલામત રીતે બહાર કાઢી હતી)
કુકડીયા:ચોમાસામાં વરસાદ પડતાની સાથે જ ઘણી વખત જમીન બેસી જાય છે ત્યારે ગુરૂવારે વહેલી સવારે ઇડર તાલુકાના કુકડીયા પાસે આવેલ નરસિંહપુરા ગામે ચૂલો સળગાવી રહેલા એક મહિલા અચાનક ખાળકૂવામાં પડી જતા તેણીએ બૂમાબૂમ કરી મૂકી હતી. ત્યારબાદ તેમના પરિવાર તથા ગ્રામજનોએ ભેગા થઇ તરત જ 108 એમ્બ્યુલન્સ તથા ઇડર ફાયરબ્રિગેડને બોલાવી હતી. જયાં ટીમે એક કલાકની જહેમત બાદ ખાળકૂવામાં પડી ગયેલ મહિલાને સલામત રીતે બહાર કાઢયા હતા.
ઇડર તાલુકાના નરસિંહપુરા ખાતે રહેતા દલીબેન મગનભાઇ પટેલ ગુરૂવારે વહેલી સવારે. નિત્યક્રમ મુજબ ઘરના આંગણામાં ચૂલો સળગાવી રહ્યા હતા. દરમિયાન દિવાલ નજીક આવેલ ખાળકૂવો બેસી જતા તે ખુલ્લો થઇ ગયો હતો. દરમિયાન અજાણતાથી દલીબેન તેમાં પડી ગયા હતા. ત્યારબાદ બૂમાબૂમ કરતા પરિવારજનો તથા આસપાસમાં રહેતા લોકો ભેગા થઇ ગયા હતા અને તરત જ ઇડર ફાયરબ્રિગેડ તથા 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી બોલાવી હતી. જયાં ફાયરબ્રિગેડના જવાનોએ જેસીબી તથા અન્ય સાધનો લઇને સ્થળ નિરીક્ષણ કર્યા બાદ ખાળકૂવામાં એક જવાનને ઉતારી એક કલાકની જહેમત બાદ દલીબેનને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે દલીબેનને થયેલી સામાન્ય ઇજાને કારણે તેમને સારવાર માટે ખસેડાયા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો