તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

LRD પેપર લીક/ સાઠંબાના જયેન્દ્ર રાવલને ગાંધીનગર પોલીસે નિયમોને આધિન છોડ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાયડ: બાયડ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી જયેન્દ્ર રાવલને લોકરક્ષક દળ પેપર લીક પ્રકરણમાં પોલીસે ઓચીંતી જ ધરપકડ કરી હતી. આ પ્રકરણ ખુબ ગાજતા સાઠંબામાં ચર્ચાઓ વેગમાન બની હતી. ત્યારે ગુરૂવાર મોડી રાત્રીએ જયેન્દ્ર રાવલને પોલીસે નિયમોને આધીન મુક્ત કર્યા હતા. 

 

જ્યારે પણ પોલીસ તપાસ માટે બોલાવશે ત્યારે હું જવાબ આપવા તથા સહકાર આપવા જઇશ

 

આ મામલે જયેન્દ્ર રાવલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું કે હું બિલકુલ નિર્દાષ છું પોલીસ ને મેં આપેલ નિવેદન મુજબ આ પેપર પ્રકરણમાં હું કઇ જાણતો નથી તથા હું મારા પુત્રના લગ્નની પત્રિકાઓ વહેચવા માટે નીકળ્યો હતો. ત્યારે મનહર પટેલ મારામિત્ર  હોઇ સાથે રહેવાને લઇ મારી અટકાયત કરી હતી. જેમાં મેં પોલીસ સમક્ષ તમામ સત્ય નિવેદન આપતાં ગાંધીનગર સેક્ટર 7 પોલીસે મને મુક્ત કર્યા છે. આગામી તારીખ 8 ના રોજ મને પોલીસે બોલાવ્યો હોવાથી હું હાજર થઇશ.તથા જ્યારે પણ પોલીસ તપાસ માટે બોલાવશે ત્યારે હું જવાબ આપવા તથા સહકાર આપવા જઇશ. ત્યારે લોકરક્ષક દળ પેપરમાં જયેન્દ્ર રાવલ ને છોડવામાં આવતાં ગાંધીનગર ખાતે તેમને લેવા સિનિયર એડવોકેટ ભાવેશ શાહ સાઠંબાના આગેવાન શૈલેન્દ્રસિંહ વગેરે પહોચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...