મોડાસામાં વીજકંપનીના સ્ટોર રૂમનાં તાળાં તોડી 1.40 લાખના વાયરની ચોરી

કચેરીની બહાર ગેટ ઉપર અને અંદર ચોકીદાર હોવા છતાં ચોર કામયાબ

DivyaBhaskar News Network | Updated - Jan 11, 2019, 03:22 AM
Modasa News - wired robbery of 140 lacs broke in the store room of vrajankar in modasa 032230
મોડાસામાં સ્ટેટ બેંક પાસે આવેલી યુજીવીસીએલ કંપનીના બે સ્ટોરરૂમના તાળાં તોડી તશ્કર ટોળકી રૂપિયા 1.40 લાખની કિંમતનો એલ્યુમિનિયમ કંડકટર વાયર ઉઠાવી જતાં ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે ટીંટોઇમાં બંધ મકાનને નિશાન બનાવી તશ્કર ટોળકી લાખોની મત્તાની તશ્કરી કરી હોવાના ગુનાનો ભેદ ઉકેલાયો નથી. ત્યાં મોડાસાની વીજ કંપનીના બે સ્ટોરમાં તશ્કરોએ તરખાટ મચાવ્યો હતો. વીજ વાયરની ચોરીના મામલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદના પગલે ગુનો નોંધાયો હતો.જેની વધુ તપાસ પી.ડી. દરજીએ હાથ ધરી છે.

શામળાજી રોડ પર આવેલી યુજીવીસીએલ કંપનીની વિભાગીય કચેરીના બે સ્ટોરરૂમના તાળાં તોડી તસ્કર ટોળકી બુધવારની રાત્રિ દરમ્યાન સ્ટોરરૂમમાં રહેલો એલ્યુમિનીયમ કંડકટરનો સ્કેચ વાયર ઉઠાવી પલાયન થઇ ગઇ હતી. તશ્કર ટોળકી 1000 કિલોગ્રામની એલ્યુમિનીયમની રીંગોને નિશાન બનાવી ભાગી છૂટી હતી. જોકે બીજા દિવસે નાયબ કાર્યપાલક ઇજનેર હેમંતભાઇ પાઠકને જાણ થતાં તેમણે તપાસ હાથ ધરતાં કચેરીના સ્ટોરરૂમમાંથી રૂ.1.40લાખનો (1000કિલો)એલ્યુમિનીયમ વાયરની ચોરી થયેલી જણાતાં તેમણે મોડાસા ટાઉન પોલીસને ફરિયાદ કરતાં પોલીસે અજાણ્યા તશ્કરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ પી.ડી.દરજી એ હાથ ધરી છે. મોડાસા જીઇબી કચેરીના ગેટ ખાતે અને અંદર કચેરી ખાતે ચોકીદાર રોકવામાં આવ્યા હોવા છતાં તશ્કર ટોળકી ચોરીને અંજામ આપ્યો હતો.

X
Modasa News - wired robbery of 140 lacs broke in the store room of vrajankar in modasa 032230
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App