તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન વિભાગનો દાવો ચોમાસામાં ભરચક વરસાદની આગાહી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માર્ચ માસમાં ઓસ્ટ્રેલિયા અને યુએસની હવામાન એજન્સીઓએ અલનીનોની સંભાવના 60 ટકાથી વધુ હોવાની સંભાવના વ્યક્ત કર્યા બાદ ભારતીય હવામાન વિભાગ દ્વારા અલનીનો નબળું પડી ગયું હોવાની અને ભારત માં દક્ષીણ પશ્ચિમ ચોમાસું ભરપૂર રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. પેસિફિક સમુદ્રની સપાટીના પાણીનુ તાપમાન ફેબ્રુઆરી માસ દરમિયાન કેવું રહે છે તેની પર અલનીનોનો આધાર રહે છે તાપમાન સામાન્ય કરતાં વધી જાય તો અલનીનોની સ્થિતિ સર્જાય છે અને આ સ્થિતિમાં ભારતના દક્ષિણ પશ્ચિમ વિસ્તારને અપૂરતા વરસાદની સમસ્યાનો સામનો કરવો પડે છે. ચોમાસામાં ભરચક વરસાદ પડશે.

અન્ય સમાચારો પણ છે...