હિંમતનગરમાં વોર્ડ નં - 1 થી 9 માં રોડની સાઈડમાં બ્લોક નાખવાની કામગીરી શરૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિમંતનગર નગરપાલિકા વિસ્તારમાં પાલિકા દ્વારા રૂપિયા 2.49 કરોડના ખર્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડની સાઈડમાં બ્લોક નાખવાની કામગીરી હાથ ધરાતાં નગરજનોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ છે

હિમતનગર પાલિકા દ્વારા રૂપિયા 2.49 કરોડ ના ખર્ચે વોર્ડ નં 1 થી 9 માં આવતાં કુલ 32 વિવિધ વિસ્તારમાં બ્લોક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં હાલમાં શહેરના મહાવીર નગર , મહેતાપુરા અને ખાડીયા વિસ્તારમાં બ્લોક નાખવાની કામગીરી આરંભ કરવામાં આવી છે તેમજ આગામી સમયમાં વોર્ડ નં - 1 માં પોલોગ્રાઉન્ડ તબેલા વિસ્તાર, અંબર સિનેમા રોડ થી માણેક કૃપા મેઈલ રોડ , સિદ્ધાર્થ નગર બસ સ્ટેન્ડ થી પરબડા મહેતાપુરા નદીના ઢાભથી ગાર્ડન સુધી વોર્ડ નં - 2 માં પ્રેરણા પાર્ક સોસાયટી વોર્ડ નં - 4 માં ડો મહેન્દ્ર સોની રોડ ઉપર , બગીચા વિસ્તાર , મહારાજ નગર, ચાદં નગર વોર્ડ નં - 5 માં ભોલેશ્વર રોડ , વોર્ડ નં - 6 માં ગિરધર નગર , શરણમ સોસાયટી , શગુન સોસાયટી , શિવમ સોસાયટી , અક્ષર અને પ્રાર્થના સોસાયટી , માધવકુજ અને મોતીબાગ સોસાયટી, કાટવાડ રોડ વોર્ડ નં - 7 માં નિકુંજ , રાજમહેલ , રાજમંદિર સોસાયટી, હડિયોલ છાપરીયા કંપા , નુતન વિહાર રોડ ઉપર વોર્ડ નં - 8 માં પંચશીલ , હીરાબાગ , આશાપુરા, રણછોડરાય , ગંગાપુજન , લક્ષ્મી પુરા કંપા થી સારસ્વત સ્કૂલ થી હડિયોલ છાપરીયા મેઈન રોડ , મારૂતિ નગર વોર્ડ નં - 9 ગાયત્રી મંદિર રોડ , દામોદર કોમ્પલેક્ષ થી ગાયત્રી મંદિર રોડ સુધી રોડ બ્લોક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...