તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શામળાજી કોલેજમાં વિવેકાનંદ જયંતી ઊજવાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શામળાજી | શામળાજીની કે.આર.કટારા આર્ટસ કોલેજમાં સ્વામી વિવેકાનંદજીની 156 મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય યુવા દિવસના ઉપક્રમે આર્ટ્સ અને બી.એડ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ પરિસરમાં વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કોલેજના સભાગૃહમાં વકતૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 1.બાંડી સીદીક-પ્રથમ 2. ચૌધરી આકાંક્ષા -દ્વિતીય 3.મન્સૂરી મીના- તૃતીય ક્રમાંકે વિજેતા થયા હતા. આ પ્રસંગે અમદાવાદથી પધારેલ નલિનભાઈ પંડ્યાએ પોતાના પ્રેરક પ્રવચનમાં વર્તમાન સમયમાં વિવેકાનંદજીના વિચારોની જરૂરિયાત પર સદ્રષ્ટાંત મનનીય ભૂમિકા રચી આપી હતી. ઓડ વિવેકાનંદ કેન્દ્ર સાથે સંકળાયેલ અજય નિનામાએ યુવાગીત સાથે પ્રસંગને ગરિમાપૂર્ણ બનાવી હતી. પ્રારંભે પ્રિ.અજય પટેલે મહેમાનો તથા દિન મહિમાનો પરિચય આપ્યો હતો. મંત્રી દિલીપભાઈ કટારાએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સંચાલન ડો.વસંત ગાવીતે કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...