તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ઉત્તરાયણ | પતંગ ચગાવવા પવનનો સંગાથ મળશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મંગળવારે ઉત્તરાયણ અને બુધવાર વાસી ઉત્તરાયણના દિવસે ઠંડીનું જોર થોડું ઘટશે પણ પવન અનુકૂળ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. એટલે કે પતંગ રસિયાઓને પતંગ ચગાવવામાં પવનદેવનો સંપૂર્ણ સાથ મળી રહેશે. બંને દિવસ સવાર અને સાંજના પ્રતિ કલાકે 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, જોકે, બપોરના સમયે 12 થી 2 વાગ્યા સુધી પવનની દિશા અનિયમિત બની શકે છે. બીજી તરફ ઉત્તરાયણના એક દિવસ અગાઉ સોમવારે આખો દિવસ હિંમતનગર, મોડાસા, બાયડ, ધનસુરા, ઇડર, વિજયનગર, પ્રાંતિજ, ભિલોડા, તલોદ,મેઘરજ, વડાલી, ખેડબ્રહ્મા, શહેર સહિત નાના-મોટા ગામોમાં દોરી-પતંગની ખરીદી માટે બજારોમાં ભીડ જામી હતી. બજારમાં છેલ્લા દિવસ સુધી દોરી-પતંગનો પૂરતો સ્ટોક હોઇ ભાવમાં ઉથલપાથલ વગર ખરીદી થઇ હતી. અા દિવસે કરેલા દાન પૂજા પાઠ અનેક ગણુ ફળ અાપે છે. હિંદુ સંસ્કૃતિમાં મત્યુને પણ ઉત્તરાયણના સૂર્યમાં શ્રેષ્ઠ માનવામાં અાવ્યુ છે બાણ શૈયા પર પોઢેલા ભીષ્મ પિતામહે ઉત્તરાયણની પ્રતિક્ષામાં મૃત્યુને રોકી રાખ્યુ હતું.

ઉત્તરાયણ પર્વની પૂર્વ સંધ્યાઅે હિંમતનગર શહેર સહિત જિલ્લા ભરના બજારોમાં પતંગ, દોરી, ટોપી, ગોગલ્સ, પીપુડા, માસ્ક, ફૂગ્ગા, ચીકી, શેરડી, બોર સહિતની ખરીદી માટે માનવ મહેરામણ ઉમટ્યુ હતુ અને અાજે પવનદેવની મહેરબાની રહેવાની અાગાહી વચ્ચે અાકાશી યુધ્ધ રંગબેરંગી પતંગદોરાના સથવારે સોળે કળાઅે ખીલી ઉઠશે.

હિંમતનગર શહેરમાં ઉત્તરાયણ પૂર્વેની ખરીદી માટે માનવ મહેરામણ ઉમટ્યુ હતુ હૈયેહૈયુ ભીડાય તેવી જનમેદનીને જોઇ છેલ્લી ઘડીની ધૂમ ખરીદીઅે વેપારીઅોના ચહેરા ખીલાવી દીધા હતા. અશોક રાવલ

પશુ-પક્ષીને દોરીથી ઇજા થાય તો અહીં જાણ કરો
નાયબ વન સંરક્ષક વાય.એ. દેસાઇ 2772-243090 હિંમતનગર

એ.એમ.સીસોદીયા 9974047933- 02772254331 રાયગઢ-હિંમતનગર

કે.પી.પટેલ 9727705708 02775-222157 વડાલી

જે.પી.ચાવડા 9725748125, 02775-221384 ખેડબ્રહ્મા

ડી.પી. નિનામા 9723824838 -02775-283338 પોશીના

બી.સી.ડાભી 7574950198 -02775-383425 પોશીના

જે.આર.વાઘેલા 9426470347 -02775-273349 વિજયનગર

વી.કે.પટેલ 9427366980-02775-254073 વિજયનગર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો